ભાસ્કર વિશેષ:વાપી-દમણ, કોપરલી રોડની બંધ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાઇ, રાતોરાત ખાડા પુર્યા

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કર વિશેષ| પી.એમ .ના આગમન પૂર્વે નગરપાલિકા તંત્ર સફાળુ ઊંઘમાંથી જાગ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનીના આગમનની પૂર્વ સંધ્યાએ પાલિકા તંત્ર સફાળુ જાગી રાતોરાત વાપી-દમણ રોડ અને વાપી-કોપરલી રોડને સુશોભિત કરી દીધો હતો.વાપી પાલિકા વિસ્તારમાં આવતાં વાપી-દમણ રોડ અને વાપી સરકીટ હાઉસથી-પેપીલોન હોટલ સુધીના માર્ગ સુધી ખાડા પુરી તમામ બાકી કામગીરી પૂર્ણ કરી દેવાઇ હતી. ચલા ડાભેલ ચેકપોસ્ટથી વાપી સરકીટ હાઉસ તથા વાપી-કોપરલી માર્ગ સુધીમાં અનેક સ્થળોએ પાલિકાની લાઇટો બંધ અવસ્થામાં હતી. કેટલાક સ્થળોએ ખાડાઓ મોટા જોવા મળી રહ્યા હતાં.

ગંદકીના કારણે સફાઇનો અભાવ પણ હતો. પરંતુ મોદીના વાપીમાં શનિવારે રોડ શોની જાહેરાત બાદ પાલિકા, પીડબલ્યુડી સહિત સંબંધિત વિભાગો સફાળા જાગી રાતોરાત બાકી કામગીરી ચાલુ કરી દીધી હતી.વાપી આશાધામ સ્કૂલ આગળ પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલુ કરાઇ હતી. આ દ્રશ્ય જોઇ રોજ પી.એમ.કે સી.એમ. વાપી આવે તો શહેર સુંદર બની રહે એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...