ભાસ્કર ઇમ્પેકટ:વાપી ટાંકીફળિયામાં જામ ગટરની સાફસફાઈની કામગીરી હાથ ધરાઇ

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ બાદ પણ કામગીરી ન થતાં લોકોમાં રોષ હતો

વાપી ટાંકીફળિયામાં ગટર જામને લઇ લોકોના ઘરોમાં ગંદુ પાણી પરત થતાં પાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરાઇ હતી. તે છતાં કામચલાઉ કામગીરી કરી મજૂરો પરત થઇ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ સમાચાર ભાસ્કરે પ્રકાશિત કરતા સોમવારે પાલિકાની ટીમે ગટરની સાફસફાઇ કરી જામની સમસ્યાને દૂર કર્યો હતો.

વાપી ટાંકીફળિયા સ્થિત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મકાનથી લઇને શાલીમાર બેકરી સુધીનો ગટર જામ થઇ જતા લોકોના ઘરોમાં ગંદુ પાણી રિટર્ન થતાં તેઓ હેરાન હતા. જેને લઇ આ અંગે પાલિકામાં ઓનલાઇન ફરિયાદ કરતા ગટરની કામચલાઉ સાફસફાઇ કરાઇ હતી.

જે બાદ સમસ્યાનો સમાધાન ન થતા 8થી 10 વાર ઓનલાઇન ફરિયાદ કરાઇ હતી. જોકે કામ પૂર્ણ કર્યા વગર મજૂરો નીકળી જતા સમસ્યા જેમ ને તેમ હોવાથી સ્થાનિકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો. જે સમાચાર ભાસ્કરે પ્રકાશિત કરતા સોમવારે પાલિકાની ટીમ ટાંકીફળિયા પહોંચી હતી અને પંપથી લઇને બેકરી સુધી ગટરમાં જામ કચરો કાઢી દેતા જામની સમસ્યા દૂર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...