પીએમ મોદી વલસાડ જિલ્લામાં બીજી વખત:મોદીની એક ઝલક જોવા વાપીના શહેરીજનો 4 કલાક ઊભા રહ્યા

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની પાંચ બેઠક ઉપર ભાજપનો પૂન: કબજો જમાવવા પીએમ મોદીની 12 દિવસમાં બીજી વખત વલસાડમાં જનસભા અને વાપીમાં રોડ-શો
  • 700 મીટરના રોડ શોમાં હજારો લોકો ઉમટયા , જૂજવામાં જનસભામાં વિરોધીઓ પર ચાબખા

દેશના વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદી વલસાડ જિલ્લામાં બીજી વખત શનિવારે વાપી -વલસાડ આવ્યા હતાં. આદિવાસી વિસ્તાર ધરાવતી 3 સીટ સહિત પાંચ બેઠક પર પૂન : કબજો મેળવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે દમણ એરપોર્ટ પરથી ઉતરી ડાભેલ ચેકપોસ્ટથી ચલા પહોંચ્યા હતાં.

વડાપ્રધાન મોદીએ 700 મીટરમાં રોડ શો કર્યો હતો.વડાપ્રધાનને 1 મિનિટ જોવા માટે વાપી શહેરના લોકો ચાર-ચાર કલાક લાઇનમાં ઊભા રહ્યા હતાં. રોડ શોમાં હજારો લોકો ઉમટી પડ્યા હતાં. સાંજે 4 વાગ્યાથી ચલા વિસ્તારમાં લોકો આવવા માંડયા હતાં.વાપીમાં રોડ-શો કર્યા બાદ પીએમ મોદીએ વલસાડના જૂજવા ગામે જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધતા કહ્યું હતુ કે, ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે. જેને લઇને ચેતતા રહેજો એમ કહીને વિરોધી પક્ષ ઉપર કટાક્ષ કર્યા હતાં.

વાપીના તબીબ એમ્બુલન્સમાં ઘરે ગયા
વાપીની ખાનગી હોસ્પિટલના તબીબ શનિવારે સાંજે ઘરે જવા નિકળ્યા હતા, પરંતુ પોલીસે તેમને રોકી દીધા હતા. અનેક રજૂઆતો છતાં પણ પોલીસ જવા દીધા ન હતા.જેને લઇ કંટાળીને તબીબે હોસ્પિટલ આગળની એમ્બ્યુલન્સમાં બેસીને ઘરે જવા નિકળ્યા હતાં. એમ્બ્યુલન્ચ મારફતે ઘરે પહોંચી હાશકારો અનુભવ્યો હતો. કેટલાક નોકરીયાત સાંજે 6 : 30થી રાત્રે 8:15 સુધી નિકળી ન શકતા ભારે નારાજ હતાં.

કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 1 GB ડેટાના 300 રૂપિયા હતા અત્યારે માત્ર 10 છે
કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 1 GB ડેટાના 300 રૂપિયા થતા આજે મોદીની સરકાર આવ્યા પછી માત્ર 10 રૂપિયા જ થાય છે. આ પૈસા તમારા બચ્યા કે નહીં. અત્યારે તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો.તેમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હશો.જો પહેલાની સરકાર હોત તો તમારું મોબાઈલનું બિલ ચારથી પાંચ હજાર રૂપિયા દર મહિને આવતું હોત.આમ લોકોને રાહત થઇ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...