તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાપી હીના આર્કેડની મોબાઇલ એસેસરીઝની 6 શોપમાં CIDની રેઇડ, લાખોનો માલ જપ્ત

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપલ આઇફોનના ડુપ્લીકેટ હેડફોન, બ્લ્યુતૂથ, ચાર્જર વિગેરે વેચવાની ફરિયાદ થઈ હતી
  • લાખોની કિંમતની ડુપ્લિકેટ એસેસરીઝ કબજે લેવામાં આવી, અન્ય દુકાનદારોમાં ફફડાટ

વાપી ચારરસ્તા નજીક હિના આર્કેડ બિલ્ડીંગમાં આવેલ 6 મોબાઇલ એસેસરીસ શોપમાં સીઆઇડી ક્રાઇમે શુક્રવારે આકસ્મિક રેઇડ કરી હતી. એપલ આઇફોન કંપનીના ડુપ્લીકેટ હેડફોન, બ્લ્યુતૂથ, ચાર્જર વિગેરે ગેરકાયદે વેચતા હોવાની ક્રાઇમ બ્રાંચને ફરિયાદ મળતા આ રેઇડ કરવામાં આવી હતી. ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાંચની ટીમના અધિકારીઓ શુક્રવારે અચાનક વાપીમાં ત્રાટક્યા હતા. વાપી ચારરસ્તા નજીક આવેલ હિના આર્કેડ બિલ્ડીંગમાં આવેલ 6 મોબાઇલ એસેસરીઝ શોપમાં ટીમે આકસ્મિક રેઇડ કરતા મોબાઇલના વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

સીઆઇડી ટીમને ફરિયાદ કરાઇ હતી કે, વાપીમાં એપલ આઇફોન કંપનીના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેચવામાં આવી રહ્યો છે. તે સાથે અન્ય કેટલાક બ્રાન્ડેડ કંપનીઓના લોગો સાથે મોબાઇલ તથા મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ હેડ ફોન, ચાર્જર, સર્કિટ, બેટરી તેમજ અન્ય એસેસરીઝ દુકાદારો દ્વારા વેચવામાં આવતી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમની ટીમને કરાઇ હતી.

કુલ 6 દુકાનોમાં ટીમે રેઇડ કરી લાખો રૂપિયાના ગેરકાયદે એસેસરીઝ કબજે કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વાપીના જાણીતા વેપારીઓની સંડોવણી પણ બહાર આવી છે. સીઆઇડીની ટીમે આ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

આ 6 દુકાનમાં સીઆઇડીએ રેઇડ કરી
સીઆઇડી ક્રાઇમની ટીમે હિના આર્કેડ કોમ્પ્લેક્ષમાં આવેલ માં બ્રહ્માણી, આર.પી.ટેલીકોમ, જ્યોતિ મોબાઇલ, નિલકમલ મોબાઇલ, માહેશ્વરી અને ટેસ્કો મોબાઇલ એસેસરીઝની દુકાનોમાં રેઇડ કરતા તપાસમાં 6 પૈકી 4 દુકાનમાંથી ગેરકાયદે એસેસરીઝ મળ્યા હોવાની માહિતી મળી રહી છે.

ઘણાં સમયથી કંપની ફરિયાદ કરતી હતી
છેલ્લા ઘણાં સમયથી વાપીમાં એપલ આઇફોન કંપનીના નામે ડુપ્લીકેટ એસેસરીઝ વેપારીઓ દ્વારા વેચતા હોવાની ફરિયાદ કંપની દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે શુક્રવારે અમારી ટીમે હિના આર્કેડની 6 મોબાઇલ એસેસરીઝ શોપમાં રેઇડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.> વિશાલસિંહ જાડેજા, અધિકારી, સીઆઇડી ક્રાઇમ, અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...