તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Vapi
 • Checking Out Ghost Tap Connection In Vapi Came Out Shabby In Receipts, Surat Ridge. Commissioner's Team Camp, Regularizes Illegal Tap Connections By December 31

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છબરડા:વાપીમાં ભૂતિયા નળ જોડાણ ચેકિંગમાં રસીદોમાં છબરડા બહાર આવ્યા, સુરત રિજ. કમિશનરની ટીમના ધામા, ગેરકાયદે નળ કનેકશન 31 ડિસેમ્બર સુધીમાં નિયમિત કરવાનું મિલકત ધારકોને અલ્ટીમેટમ

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નળ જોડાણની રસીદમાં હજુ પણ 40 વર્ષ જુના પૂર્વજોના નામ બોલી રહ્યા છે

સરકારે નળ સે જળ યોજના અંતગર્ત એપ્રિલ 2021માં સુધીમાં તમામ લોકોને પાણી મળી રહે તેવી યોજના બનાવી છે. જેને લઇ ભુતિયા નળ જોડાણ (ગેરકાયદે )ની ચકાસણી માટે શુક્રવારે સુરત રિજનલ કમિશ્નરની એક ટીમ પાલિકા વિસ્તારમાં આવી ચકાસણી હાથ ધરી હતી. જેમાં કોઇ ભુતિયા નળ જોડાણ બહાર આવ્યુ ન હતુ, પરંતુ મોટા ભાગના નળ જોડાણમાં નામ વર્તમાન મિલકત ધારકની જગ્યાએ બાપદાદાના નામ બોલી રહ્યાં હોવાનું બહાર આવ્યુ હતુ. જો કે તમામેને કાયદેસર કરવાની તાકીદ કરાઇ હતી.

વાપી પાલિકા વિસ્તારમાં મિલકત ધારકોનો નળ જોડાણ માટે સરવે શરૂ કરવામાં આવ્યો છે. શુક્રવારે સુરત રિઝનલ કમિશનરની એક ટીમ વાપી આવી પહોંચી હતી. આ ટીમે કંચનગર ,ગીતા નગર, ઝંડા ચોક સહિતના વિસ્તારોની મુલાકાત લઇ નળ જોડાણ અંગે માહિતી મેળવી હતી. જેમાં કેટલાક મિલકત ધારકોની નળ જોડાણની રસીદમાં હજુ પણ 40 વર્ષ જુના બાપદાદાના નામ બોલી રહ્યાં છે. નળ જોડાણની રસીદના નામમાં સુધારો કરવા મિલકત ધારકોને તાકીદ કરાઇ હતી. આ ઉપરાંત આ ટીમે ભુતિયા નળ જોડાણ અંગે પણ તપાસ કરી હતી, પરંતુ એક પણ ભુતિયા નળ જાેડાણ ન મળ્યું હોવાની માહિતી મળી રહી છે.

નળ જોડાણમાં ચાલી રહેલી ક્ષતિઓને સુધારવા અંગે સૂચના અપાઇ છે. ગેરકાયદે નળ જોડાણ મામલે 31 ડિસેમ્બર સુધીમાં નિયમિત ન થાય તો પોલીસ ફરિયાદની ચિમકી મિલકત ધારકોને અપાશે એવી માહિતી મળી રહી છે.જોકે આવનારા દિવસોમાં પણ ભૂતિયા નળ જોડાણનું ચેકીંગ ચાલુ રહેવાનું હોવાથી કેટલાક ભૂતિયા નળજોડાણ ધરાવનારામાં ફફડાટ છે.

87 હજાર મિલકત ધારકોનો સરવે 31 ડિસે.માં સુુધીમાં પૂર્ણ કરવો મુશ્કેલ
હાલમાં વાપી પાલિકાએ તમામ 87 હજાર મિલકત ધારકોના નળ જોડાણનો સરવે કરવાની કામગીરી હાથ ધરી છે. 31 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યો છે, પરંતુ આટલા ઓછા સમયમાં આ કામગીરી પૂર્ણ કરવી અશકય છે. જો કે પાલિકાની ટીમે લક્ષ્યાંક પૂર્ણ કરવા મથામણ ચાલુ કરી દીધી છે.

શહેરી વિસ્તારમાં કુલ 62 હજારથી વધુ ન‌ળ જાેડાણો નિયમિત કરાશે
વાપી પાલિકા વિસ્તારમાં કુલ 87000 હજાર મિલકત ધારકો પૈકી 15 હજાર વાણિજય મિલકત ધારકોનો સમાવેશ થાય છે. જયારે 10 હજાર કરતાં વધુ બોરિંગના જોડાણો છે. કુલ 60 થી 62 હજાર જેટલા નળ જોડાણને નિયમિત કરવાની કવાયત ચાલી રહી છે. એપ્રિલ એટલે નાણાંકીય નવા વર્ષમાં તમામ ઘરો સુધી પાણી પહોંચે તેવી યોજના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો