તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:વાપી નગર પાલિકાએ કચરો લેવાની ના પાડતા ચણોદ ગામ ઉકરડામાં ફેરવાયું

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 હજારની વસતિ છતાં ડમ્પિંગ સાઇડની જગ્યાની ફાળવણી નહિ

વાપી જીઆઇડીસીમાં કામ કરતાં હજારો લોકો ચણોદમાં રહેતા વસ્તી 70 હજાર પર પહોંચી છે.આમ છતાં ચણોદમાં કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇડની જગ્યાની ફાળવણી તંત્રએ કરી નથી. વાપી પાલિકાએ કચરાના નિકાલ માટે મનાઇ હુક્મ ફરમાવતાં સ્થિતિ વર્ણસી છે. બે દિવસથી ચણોદમાં કચરાના ઢગલાઓ લાગ્યાં છે. આ મુદે મંત્રી,કલેકટર સહિત જવાબદારોને રાવ કરવામાં આવી છે. વાપી તાલુકાના ચણોદ ગ્રામ પંચાયતે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે વાપી તાલુકાના ચણોદ ગામ 2011ની વસ્તી મુજબ 18776 ધરાવતું ગામ છે.

2011થી 2021 સુધીમાં ચણોદ ગામે 70000થી વધારે વસ્તી થઇ ગઇ છે. ચણોદ ગામની આજુબાજુમાં વાપી જીઆઇડીસીમાં કરતાં મોટી સંખ્યામાં કામ કરતાં લોકો રહે છે. ચણોદ પંચાયત વિસ્તારમાં ડોર ટૂ ડોર કચરાના નિકાલ માટે કોન્ટ્રાકટ આપ્યો હતો. જેમાં 3 ટેકટર અને આશરે 25 જેટલા માણસો કરે છે. આ કચરો પહેલા વાપી પાલિકાની જગ્યામાં નિકાલ કરતાં હતાં. ત્યારબાદ વાપી પાલિકા દ્વારા આ બાબતે મનાઇ ફરમાવતાં અમોએ જગ્યા ભાડે રાખી આ જગ્યામાં કચરાનો નિકાલ કરતાં હતાં.

ચલા અને ડુંગરા પાલિકા કરતાં વધારે વસ્તી હોવા છતાં ત્યાં કચરા નિકાલ માટે ડમ્પિંગ સાઇડ નથી. ભારત સરકાર અને ગુજરાત સરકાર જયારે સ્વચ્છતા અભિયાન બાબતે જાગૃતિ લાવવા માટે કેટલા કાર્યક્રમો અને આયોજન કરી રહ્યો છે. જયારે ચણોદ ગામે કચરાનો નિકાલ માટે જગ્યા ફાળવી નથી. હાલે ચણોદ ગામમાં કચરાના નિકાલની જગ્યા ન હોવાથી છેલ્લા 2 દિવસથી કચરાનો નિકાલ કરવાનો બાકી છે. હાલ કોરોના મહામારીમાં રોગચા‌ળો ફાટી નિકળ‌ાની સંભવાના છે. પ્રશ્ન ઉકેલવવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...