છેતરપિંડી:મદદના બહાને ATM કાર્ડ બદલી 40 હજાર ઉપાડ્યા

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેલેન્સ ચેક કરવા ગયેલી મહિલા છેતરાઇ

વાપીની મહિલા એટીએમ કેબિનમાં ખાતામાં કેટલા રૂપિયા છે તે ચકાસવા ગઇ હતી. ત્યારે મદદ કરવાના બહાને એક ઇસમે કાર્ડ બદલી નાંખી ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપાડી લેતા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.

વાપી ભડકમોરા ખાતે રહેતા ગીતા શિવશંકર સરોજ ગુરૂવારે સવારે ભાઇ સંદીપ સાથે જીઆઇડીસી ચારરસ્તા પાસે એસબીઆઇ બેંકના એટીએમમાં ગઇ હતી. ખાતામાં બેલેન્સ ચેક કરવા કાર્ડ નાંખ્યા બાદ સમજ ન પડતા પાછળ ઉભેલા ઇસમે મદદ કરવા કહીં મશીનમાં ખરાબી છે કહીં કાર્ડ પરત આપી દીધા બાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.

જોકે થોડી જ વારમાં મહિલાને ફોન ઉપર ખાતામાંથી રૂ.40,000 ઉપડી ગયા હોવાના મેસેજ આવતા તેઓ તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવ અંગે લેખિતમાં અરજી આપતા પોલીસની એક ટીમ એટીએમ કેબિનમાં પહોંચી હતી. જ્યાંથી સીસીટીવી ફૂટેજ મેળવી કાર્ડ બદલનારા આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...