સહાય:ચલા યુથ કલબ ઓફ વાપી દ્વારા 300થી વધુ ગરીબોને મીઠાઇ વહેંચી દિવાળી પર્વની ઉજવણી

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ પરિવારો વ્હારે આવી અનેક સંસ્થાઓ તેમના ઘરોમાં રોશની લાવી રહી છે

વલસાડમાં વાપી ખાતે ચલા યુથ કલબ નામે એક સામાજિક સંસ્થા આવેલ છે જે અવારનવાર નિસ્વાર્થ ભાવે ગરીબ અને જરૂરિયાત વર્ગના લોકોને જરૂરતની સુવિધા હર હંમેશ પૂરી પાડે છે.આ ક્લબ દ્વારા અવારનવાર આસપાસના જરૂરિયાત મંદ લોકોને ફૂડ પેકેટ અને નાસ્તા જેવી વસ્તુઓની વહેચણી કરાતી હોય છે. આ ગ્રૂપે હંમેશની જેમ દિવાળી નિમિતે ૩૦૦ જેટલા મીઠાઈના પેકેટ ગરીબો અને જરૂરિયાતમંદ વર્ગમાં ચલા નાં આજુબાજુના વિસ્તારમાં વહેચણી કરી હતી.

જેમાં આ ગ્રૂપના મોટા ભાગના સદસ્યોએ ભાગ લીધો હતો અને આ પાવન અવસરે પોતાના સમયનું યોગદાન આપ્યું હતું.આ દિવાળીમાં પૈસા વાળા અને સાધન સંપન્ન લોકો તો પોતાની રીતે દિવાળી મનાવશે પરંતુ ગરીબ લોકોને વ્હારે આવી ચલા યુથ ક્લબે સમાજમાં એક સંદેશો પાઠવ્યો છે. આવનાર સમયમાં વધુ થી વધુ લોકોને વિનંતી કરવામાં આવી છે કે, આ ક્લબમાં તન થી નહિ તો મન થી જોડાઈને પોતાના યથા શક્તિ સહકાર આપતા રહેશો જેથી કરીને આવનાર સમયમાં પણ આ ચલા યુથ કલબ પોતાની નિસ્વાર્થ ભાવનાની કામગીરી અવિરતપણે વહેતી રાખી શકે.

અન્ય સમાચારો પણ છે...