હાલમાં શૈક્ષણિક સંસ્થાઓમાં નવી શિક્ષણનિતી અંગે ચર્ચા ચાલી રહી છે. સાંપ્રત સમયની નવીનતમ શિક્ષણ પદ્ધતિઓથી શિક્ષકોને અવગત કરી તેમના દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યોની ખીલવણી તેમજ સર્વાંગી થાય એ હેતુને વાપી ખાતે સીબીએસઇ બોર્ડના શિક્ષકો, આચાર્યો શિક્ષણવિદો માટે કોન્ફરશનું આયોજન થયુ હતું. જેમાં સીબીએસઇ બોર્ડના સેક્રેટરીએ વલસાડ નવસારીના 350 આચાર્યો,શિક્ષકો અને શિક્ષણવિદોને નવી શિક્ષણનિતિથી વાકેફ કર્યા હતાં.
પારડી વલ્લભ આશ્રમ સંસ્થા 45 વર્ષથી વધુ શિક્ષણના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી. 2018થી યુવા ટ્રસ્ટી કુશ સાકરિયા પ્રતિવર્ષ EDUSATVA અંતર્ગત શૈક્ષણિક કોન્ફરશનું આયોજન કરે છે. જેમાં માં ફાઉન્ડેશન અને સંસ્કૃતિ સહોદયાનો નિરંતર સહકાર મળતો રહ્યો છે. વાપી મેરિલ એકેડમી ખાતે બે દિવસીય કોન્ફરશનું આયોજન થયુ હતું. વલ્લભ આશ્રમના ચેરમેન સ્વામિ હરિપ્રસાદદાસ,ટ્રસ્ટી બાબુભાઈ ગોગદાની તથા દિનેશ સાકરિયા, મા ફાઉન્ડેશનના સીઇઓ અમિત મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.
એમાં વલસાડ, નવસારી જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો, ટ્રસ્ટીઓ,સંચાલકો અને શિક્ષકો મળી કુલ 350થી વધુ શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા જોઇન્ટ સેક્રેટરી ઓફ સીબીએસઇ આર.પી.સિંઘે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના નક્કી કરેલા સ્કીલ એજ્યુકેશન અંગે વિસ્તૃત માહિતી આપી હતીં. વિષ્ણુ પ્રિયા, વિની જૌહરી,ડૉ.કૃણાલ આનંદ, રાખી છાબરીયા, ડૉ.મૃણાલિની અનંતે NEP-2020ના અમલીકરણ માટે શિક્ષક પોતાની જાતને કેવી રીતે તૈયાર કરી શકે તેની માહિતી આપી હતી.પ્રશ્નોત્તરીનો ઉકેલ પણ પરિપેક્ષ અને વિચાર-વિમર્શ’ હેઠળ થયો હતો.
ચકલી બચાવો આંદોલન હેઠળ ચકલીના માળાનું વિતરણ
વલ્લભ આશ્રમ સંસ્થા તરફથી દરેક પ્રતિભાગીઓને પ્રમાણપત્ર ઉપરાંત ચકલી બચાવો આંદોલન હેઠળ ચકલીના માળાનું વિતરણ કરવામાંઆવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય સંચાલન વલ્લભ આશ્રમ શાળાના યુવા ટ્રસ્ટી કુશ સાકરિયાના માર્ગદર્શન હેઠળ સુચારૂરૂપે પૂર્ણ થયું હતું.વલસાડ,વાપી, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના શિક્ષણવિદોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.