તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહારાષ્ટ્રથી ચોરેલી બાઇક સાથે બે ડુંગરાથી ઝડપાયા

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષ અગાઉ ચોરી કરી વાપીમાં ફરતા હતા

મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારથી 5 વર્ષ પહેલા બાઇકની ચોરી કરી વાપીમાં ફરતા ડુંગરાના બે આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ આપેલ સુચના મુજબ ડુંગરા પોલીસ મથકના સીનિયર પીએસઆઇ જે.વી.ચાવડા તેમની ટીમ સાથે મંગળવારે લવાછા-પીપરીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સેલવાસથી નંબર પ્લેટ વગરના બ્લેક-રે઼ કલરના પલ્સર બાઇક ઉપર આવતા બે ઇસમોને અટકાવી ચકાસણી કરતા તેમની પાસેથી બીયર નંગ-8 મળી આવ્યો હતો.

જેથી બંનેને પોલીસ મથકે લઇ જઇ પ્રોહીબીશનનો ગુનો નોંધી પૂછપરછ કરતા આરોપી પવન બાબારાવ ભોંસલે રહે.ચણોદ અમરનગર મુળ અંગોલી મહારાષ્ટ્ર અને મંગેશ ભગવાન શિંદે રહે.ભૂલાનગર મૈત્રી રેસીડેન્સી વાપી તરફથી જાણવા મળેલ કે આ બાઇકનો સાચો નંબર એમએચ-05-સીએલ-2267 છે અને ઝોયા કોમ્પ્લેક્ષ વાલીપીર રોડ કલ્યાણ વેસ્ટ મહારાષ્ટ્રથી પાંચ વર્ષ પહેલા ગાડી ચોરાયા હોવાની માહિતી મળતા આ અંગે બજારપેટ પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો