તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વાપી ડુંગરામાં હનુમાન મંદિરની દાનપેટીમાંથી રોકડાની ચોરી થઇ

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાપીના ડુંગરા સ્થિત હનુમાન મંદિરની અંદર રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરો દાનપેટી તોડીને રોકડા રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા. 4 માસ અગાઉ પણ આ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો.

વાપીના ડુંગરા સ્થિત શ્રી દક્ષિણેશ્વર હનુમાન મંદિરમાં શનિવારે રાત્રે તસ્કરો પ્રવેશી ગયા હતા. મેઇન ગેટનું તાળું તોડી અંદર ગયા બાદ દાનપેટી તોડીને અંદર મૂકેલા રોકડા રૂપિયા લઇ તેઓ ફરાર થઇ ગયા હતા. જેની જાણ સવારે પૂજારીને થતાં તેણે મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે જાણ કરી હતી. જેથી લોકો તાત્કાલિક મંદિર દોડી ગયા હતા. દાનપેટીમાં જમા થયેલા આશરે 6થી 7 હજાર રૂપિયાની ચોરીની આશંકા છે.

ચાર માસ અગાઉ પણ આ જ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દાનપેટી તોડીને અંદરથી રૂપિયા લઇ તેઓ ફરાર થઇ ગયા હતા. જેથી આ વિસ્તારમાં પોલીસ નાઇટ પેટ્રોલીંગ વધારે તેવી માગ કરાઇ છે. ટ્રસ્ટી રૂદ્ધનારાયણ સિંગએ પોલીસમાં જણાવ્યું કે, દાનપેટીમાંથી રૂપિયા 8 હજારની ચોરી થઇ છે. જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...