તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી છીરી વલ્લભનગર ખાતે મહેશ્વરી કોમ્પ્લેક્ષના ફ્લેટ નં.402માં રહેતા સંતોષ વિનાયક ખડકે જીઆઇડીસી ફોર્થ ફેસ સ્થિત સીએસ કેમિકલ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. 17 જાન્યુઆરી 2020ના રોજ તેઓ પત્ની સાથે વતન મહારાષ્ટ્ર ખાતે ગયા હતા. જ્યાંથી 14 ફેબ્રુઆરીએ બપોરે પરત ઘરે આવતા ફ્લેટના દરવાજામાં મારેલ તાળું તૂટેલી હાલતમાં દેખાતા અંદર જઇ તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો.
જેથી ચકાસણી કરતા અંદરથી સોનાની એક વીંટી, કાનના બે ઝૂમખા અને રોકડા રૂ.4,000ની ચોરી થયા હોવાની જાણ થઇ હતી. જ્યારે બાજુમાં આવેલ અવની એપાર્ટમેન્ટના ફ્લેટ નં.401માં રહેતા બિરેન્દ્રસીંગ યાદવના ફ્લેટમાંથી એક વીવો કંપનીનો ફોન કિં.રૂ.5000 ની ચોરી પણ થયા હોવાની જાણ થઇ હતી. ડુંગરા પોલીસે અજાણ્યા ઇસમો સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.