તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વાપીમાં 1 વર્ષમાં 702 કોરોનાના કેસો, બીજી લહેરમાં મોત વધુ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં સૌથી વધુ કેસો વલસાડ બાદ વાપી તાલુકામાં
  • વાપી તાલુકામાં 81 લોકોને કોરોના ભરખી ગયો છે

વલસાડ જિલ્લામાં કોરોના કેસો હજુ પણ યથાવત આવી રહ્યાં છે. વલસાડ તાલુકા બાદ સૌથી વધુ કેસો વાપી તાલુકામાં નોંધાયા છે. અત્યાર સુધીમાં એટલે કે 1 વર્ષમાં વાપીમાં 702 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે 81 લોકોને કોરોના ભરખી ગયો છે. આ આંકડા સરકારી છે. બિનસરકારીયાદી મુજબ અત્યાર સુધીમાં વાપીની ખાનગી હોસ્પિટલોમાં અસંખ્ય કેસો અને સ્મશાનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ મૃતકોના અગ્નિદાહ કરાયા છે.

વાપી શહેરની ખાનગી હોસ્પિટલોના તબીબોના મતે પહેલા કરતાં કોરોનાના કેસોમાં પ્રમાણમાં થોડો ઘટાડો છે, પરંતુ ક્રિટિકલ દર્દીઓ વધુ આવી રહ્યાં છે. જેના કારણે હજુ પણ વાપીની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઝડપથી બેડ કે ઓક્સિજનની સુવિધા મળી રહી નથી. સરકારીયાદી મુજબ અત્યાર સુધીમાં વાપી તાલુકામાં હાલ 702 કોરોનાના કેસો નોંધાઇ ચુકયા છે. જે પૈકી હાલ 120 દર્દીઓ દાખલ છે. જયારે 500 સાજા થઇ ચુકયા છે.

અત્યાર સુધીમાં 81ના મોત થયા છે. આ સરકારીયાદીનો આંક છે, જયારે ખાનગી હોસ્પિટલોમાં સિટી સ્કેનમાં કોરોના પોઝિટિવ હોવાથી અનેક દર્દીઓ દાખલ થઇ સારવાર લીધી છે. ધીમી ગતિએ વાપીમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. વલસાડ બાદ વાપી તાલુકાનો કોરોનાના કેસોમાં બીજાક્રમે છે. જો કે વાપીમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવુ હજુ પણ લાગતુ નથી. નિયમોનું પાલન થવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...