તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કેસો ઘટ્યા,મોત યથાવત: જિલ્લામાં 109 નવા દર્દી, 116 સાજા થયા, 9ને કોરોના ભરખી ગયો

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વલસાડમાં 29, પારડીમાં 16, વાપીમાં 11, ઉમરગામમાં 24, ધરમપુરમાં 25 કેસ

વલસાડ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ મોતની સંખ્યામાં વધારે ફેરફાર જોવા મળતો નથી. સરેરાશ રોજના 8થી 10 મોત સરકારી ચોપડે દર્શાવામાં આવી રહ્યાં છે. શુક્રવારે જિલ્લામાં 109 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે 116 દર્દીઓ સાજા થયા હતાં. 109 કેસમાં સૌથી વધુ વલસાડ તાલુકામાં 29, ધરમપુરમાં 25, ઉમરગામમાં 24,પારડીમાં 16 અને કપરાડામાં 04 કેસોનો સમાવેશ થાય છે. જયારે શુક્રાવારે 9 લોકોના કોરોનાથી મોત થયા હતાં.

મોતને ભેટલા 9 દર્દીઓ કયા વિસ્તારના ?
વલસાડના હાજી તળાવ કુંડી ઉ.વ.62 મહિલા, ચીખલા માયવંશી ફળિયા 50 વર્ષિય પુરૂષ, સેગવી 65 વર્ષિય મહિલા, નવીનગરી વલસાડ 61 વર્ષિય મહિલા, કોસંબા બાલદેવી સ્ટ્રીટ 90 વર્ષિય, ખડકીભાગડા 87 વર્ષિય મહિલા,પારડી વાઘછીપા 47 વર્ષિય પુરૂષ, પારડી ઝંડુ ફળિયા 70 વર્ષિય પુરૂષ, ધરમપુર ખારવેલ સડક ફળિયા 50 વર્ષિય પુરૂષનો સમાવેશ થાય છે.

વલસાડના નિવૃત પોલીસ કર્મીનું મોત

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવી ચૂકેલા અને છેલ્લે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગૃપમાં ફરજ બજાવી ગત વર્ષે વય મર્યાદાને કારણે નિવૃત થયેલા પોલીસ કર્મી ઈન્દ્રજીતસિંહ ગોપીનાથ સાવંતનું કોરોના સંક્રમણને લઈ સારવાર દરમિયાન નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...