તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોટા વાઘછીપામાં ઘર પાછળ સંતાડેલા ખેરના લાકડાં કબજે

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી ફોરેસ્ટ વિભાગે બાતમીના આધારે મોટા વાઘછીપા ખાતે એક ઘર પાછળ રેઇડ કરી ગેરકાયદે 140 નંગ ખેરના લાકડા કબજે કરી તેના માલિક અંગે તપાસ હાથ ધરી છે. વાપી ફોરેસ્ટ વિભાગની ટીમને બુધવારે બાતમી મળી હતી કે, મોટા વાઘછીપા ખાતે એક ઘર પાછળ ખેરના લાકડા સંગ્રહ કરાયા છે.

જેથી સ્થળ ઉપર પહોંચી સ્થાનિક રમણભાઇના ઘરના પાછળ રેઇડ કરતા ગેરકાયદેસર ખેરનો જથ્થો મળી આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગે 140 નંગ ખેરના લાકડા કિં.રૂ.આશરે સવા લાખ કબજે લઇ આ જથ્થો કોણે સંગ્રહ કર્યો અને કોની માલિકીનું છે તેની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ વાપી ફોરેસ્ટના અધિકારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...