ઉમેદવારીપત્રની ચકાસણી:આજે વાપી પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રની ચકાસણી થશે

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કયા ઉમેદવારોના ફોર્મ રદ્દ થશે તેના પર સૌની મીટ

વાપી પાલિકાની 28 નવેમ્બરે યોજાનાર સામાન્ય ચૂંટણી માટે સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસનીની પ્રક્રિયા હાથ ધરાશે. વોડ ન.10 સહિત ક્યાં ક્યાં વોડમાં બિનહરીફ બેઠકો થશે તેના પર સૌની નજર રહેશે, વાપી પાલિકાની 11 વોડની 44 બેઠકો માટે 28 નવેમ્બરે મતદાન અને 30 નવેમ્બરે મતગણતરી યોજાનાર છે. શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 172 ફોર્મ ભરાયા છે.ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી છે.

ભાજપમાં કેટલાક વોડમાં ઉમેદવારોની પસંદગી મામલે નારાજગી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસે વોડ દીથ ચૂંટણી પ્રચારનું આયોજન શરૂ કરી દીધું હતું. હવે સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે.ક્યાં વોડમાં ઉમેદવારોના ફોર્મ રદ્દ થાય છે તેના પર સૌની મીટ છે. કેટલાક વોડમાં બેઠકો બીનહરીફ થશે એવી ચર્ચા ચાલી રહી છે. પાલિકાની ચૂંટણી લઈ રાજકીય માહોલમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.

16 નવેમ્બરે ઉમેદવારોની સ્થિતિ સાફ થશે
ચૂંટણીમાં સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવશે.16 નવેમ્બરે ઉમેદવારીપત્ર પરત ખેચવાનો અંતિમ દિવસ છે. આ દીવસે ઉમેદવારોનું ચિત્ર સાફ થઈ જશે.સોમવારે અપક્ષ ઉમેદવારોને મનાવાના પ્રયાસો કરાશે.

અન્ય સમાચારો પણ છે...