તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરદાર ભીલાડવાળા બેન્કની 91મી વાર્ષિક સાધારણ સભામાં ચૂંટણી સમયે ઉમેદવારના પરિવારજનોના સભ્યો કે જામીનનું કરજ બાકી અંગેના ઠરાવ અંગે બંને જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. સભામાં ચેરમેને ઠરાવ વાંચીને સભાસદોની મંજુરી માગી હતી. સામા પક્ષના ડિરેકટરોએ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઇ ગઇ હોવાથી કોઇ પણ ઠરાવનો અમલ હવે થઇ શકે એમ જણાવી ચૂંટણી અધિકારી નિર્ણય લેશે એવી માગ કરી હતી.સરદાર ભીલાડવાળા બેન્કની 91મી વાર્ષિક સાધારણ સભા પારડી મોરારજી દેસાઇ ઓડિટોરિમમાં સભાસદોની પાંખી હાજરી વચ્ચે મળી હતી.
ચેરમેન શરદ દેસાઇએ જણાવ્યુ હતું કે 31 માર્ચ 2020ના નાણાકીય વર્ષમાં બેન્કે બધા પ્રોવિઝનો તથા ઇન્કમટેક્ષની જોગવાઇ પહેલાનો બેન્કનો ગ્રોસ નફો 11.83 કરોડમાંથી 7.48 કરોડ પ્રોવિઝનો કરવાથી ચોખ્ખો નફો રૂ.4.35 કરોડ થયો છે.બેન્કની ડીપોઝીટ 711.21 કરોડ થઇ છે. કોરોનાકાળ છતાં પણ બેન્કના કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી હોવાનું જણાવી અભિનંદન પાઠવ્યા હતાં. જયારે ચેરમેને ચૂંટણી સમયે ઉમેદવારના કુંટુબના સભ્યોનું કોઇ પણ જાતનું કરજ ચાલુ ન હોવું જોઇએ તે અંગે ઠરાવને બહાલી માગી હતી.
માજી ચેરમેન હર્ષદ દેસાઇ અને સાથી ડિરેકટરોએ મંજુરી આપી હતી, પરંતુ સામા પક્ષે હેમંત ભગત, અજય શાહ, અસ્પી સુઇ, નિમેષ વશીએ હાલ ચૂંટણી શરૂ થઇ હોવાથી કોઇ પણ જાતનો ઠરાવ કરી ન શકાય એવું જણાવતાં સભામાં બંને જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બબાલ સમયે પારડીના ઉમેશે પટેલે ચૂંટણી અધિકારી નિર્ણય લેશે એવુ માન્ય રાખવા જણાવ્યુ હતું. સતત 15થી 20 મિનિટ સુધી આ મુદે બબાલ ચાલી હતી..
પેટા નિયમમાં સુધારો કરવામાં આવ્યો
એમ.ડી.કમલેશ પટેલ પટેલે નવા નિયમો વાંચતાં જણાવ્યુ હતું કે દરેક સભાસદને હાલ ફકત એક મત આપવાનો હક છે. પરંતુ કોઇ સભાસદ ઉપર મુળ કરજદાર તરીકે યા જામીન તરીકે દાવો યા હુકમનામુ,હિસાબી વર્ષ પુરૂ થવાની છેલ્લી તારીખે ઊભા હશે તો આવા સભાસદો ડિરેકટરોની બોર્ડની ચૂંટણીની પ્રક્રિયામાં મત આપી શકશે નહિ.હવે ઉમેદવારી નોંધાવતી વખતે રૂ.2500ની જગ્યાએ 25000 આપવા પડશે. કુલ માન્ય મતના 1/5 મત ઓછા આવશે તો ડીપોઝીટ જપ્ત થશે.
બંને પક્ષો વચ્ચે અલગ-અલગ સુર
સભામાં સૌ પ્રથમ વખત વલસાડ ધારાસભ્ય ભરત પટેલે એન્ટ્રી મારી હતી. જેઓ આ ચૂંટણીમાં ઉમેદવારી કરશે તથા ભાજપ તમામ બેઠકો જીતશે એવું જિ. ભાજપ મહામંત્રી કમલેશ પટેલે જણાવ્યુ હતું. આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ ઊભી રહેવાની છે. જયારે સામા પક્ષે હેમંત ભગતે જણાવ્યુ હતું કે અમારી બિનરાજકીય પેનલમાં ખુદ ભાજપના બે નેતાઓ ચૂંટણી લડવાના છે. જેથી અમારી પેનલ કોંગ્રેસની હોવાનો પ્રશ્ન ઊભો થતો નથી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.