આરોગ્ય યોજના કેમ્પ:દમણ વોર્ડ નંબર 7માં આયુષ્માન PM જન આરોગ્ય યોજનાનો કેમ્પ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો કેમ્પ કોમ્યુનિટી હોલ, ઢાંકલી ની વાડી, વોર્ડ નંબર 7, નાની દમણ, ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં નજીકના દમણના શહેરી વિસ્તારના લોકોએ આ યોજનાનો લાભ લઇ નવા આયુષ્માન ભારત યોજનાના કાર્ડ અને રિન્યુઅલની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા પ્રમુખ અને દમણ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી અસ્પી દમણિયાના માર્ગદર્શન હેઠળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપ દમણ જિલ્લા પ્રમુખ અસ્પી દમણિયાએ જણાવ્યું હતું કે તેમણે દમણની જનતાને અનુરોધ કર્યો હતો કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોક કલ્યાણકારી યોજનાનો વધુને વધુ લોકો લાભ લે, જેનો લાભ દરેક મધ્યમ વર્ગે લેવો જોઈએ.

દમણના દરેક રહેવાસીને આ યોજનાનો લાભ લેવા અને આયુષ્માન કાર્ડ રિન્યુ કરાવવા અથવા ફરીથી નવા કાર્ડની નોંધણી કરાવવા વિનંતી છે. આયુષ્માન શિબિર 8 જાન્યુઆરીને રવિવારે કોમ્યુનિટી હોલ, ઢાંકલીની વાડી, વોર્ડ નંબર 7 ખાતે યોજાશે. આ પ્રસંગે દમણ ભાજપ જિલ્લા પ્રમુખે આ કેમ્પના સહકાર બદલ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...