ફરિયાદ:સિગારેટના પૈસા ન આપતા પોલીસને કોલ

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારે કહ્યું મારે ફરિયાદ કરવી નથી

વાપી ટાઉનમાં એક દુકાનથી સિગારેટ અને કોલ્ડ્રીંક પીધા બાદ બે યુવકોએ રૂપિયા ન ચૂકવતા દુકાનદારે સીધા 100 નંબર ઉપર કોલ કર્યો હતો. જેથી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. વાપી ટાઉન વિસ્તારમાં પોલીસ મથકથી થોડે જ દૂરી પર આવેલ એક દુકાનમાં મંગળવારે સવારે બે યુવકો પહોંચ્યા હતા.

સિગારેટ અને કોલ્ડ્રીંક લીધા બાદ તેઓ રૂપિયા ચૂકવવા વગર જતા દુકાનદારે તેઓને અટકાવી રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા ન હોવાનું જણાવતા જ દુકાનદારે સીધા 100 નંબર ઉપર કોલ કરી દીધો હતો. જેને લઇ પોલીસની ટીમ તાત્કાલિક તેની દુકાને પહોંચી હતી અને બંને યુવકો સામે ફરિયાદ આપવા કહેતા દુકાનદારે કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવા ના પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...