વાપી મોરાઇ સ્થિત આલોક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં વેલ્ડીંગ કરતી વખતે અચાનક ફ્લેશ ફાયર થતા કામદાર મોઢા અને છાતીના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. જેને સારવાર માટે મુંબઇની હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સેલવાસ ખાતે જલારામ સોસાયટીમાં રહેતા અને વાપી મોરાઇ સ્થિત આલોક ઇન્ડસ્ટ્રીઝમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી કરતા કલ્પેશ વિનોદભાઇ જાદવએ બુધવારે વાપી ટાઉન પોલીસ મથકમાં જાહેરાત આપતા જણાવેલ કે, 17 નવેમ્બર 2021ના રોજ તેઓ રાબેતા મુજબ નોકરીએ ગયા હતા.
તે સમયે સીક્યુરીટીએ જાણ કરેલ કે, યાર્ન ડાઇંગ વિભાગમાં કોન્ટ્રાક્ટર નીચે કામ કરતા અકલેશ રામપ્રસાદ સરોજ જુની પાઇપનું વેલ્ડીંગ કટરથી કટીંગ કરતો હતો ત્યારે દાઝી ગયો છે. જેથી સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા કામદાર અકલેશ ઉ.વ.26 રહે.આલોક કંપનીની બાજુમાં વાપી મુળ યુપી ને દાઝવાનું કારણ પૂછતા તેણે જણાવેલ કે, આલોક ઇન્ડસ્ટ્રીઝ નોર્મલવીથ યાર્ન ડાઇંગ વિભાગમાં જુની પાઇપ લાઇન કટીંગ કરતી વખતે તેમાંથી કોઇ કેમિકલ પદાર્થ સાથે ફ્લેશ ફાયર થતા તે મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો.
જેથી તેને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે નવી મુંબઇ સ્થિત આઇરોલીની નેશનલ બર્ન્સ સેન્ટરમાં દાખલ કરાયો હતો. શરીરે ગંભીર રીતે દાઝેલા કામદારનું અઢી માસ બાદ મુંબઇના હોસ્પિટલમાં 3 જાન્યુઆરીના રોજ મોત નિપજતા બનાવ અંગે મુંબઇ પોલીસને જાણ કર્યા બાદ વાપીમાં જાણ જોગ ફરિયાદ દાખલ કરાતા વધુ તપાસ હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.