હુકુમ:વીજ કંપનીના 1.44 કરોડ વાપરી નાંખનાર બિલ્ડરને 5 વર્ષની સજા

વાપી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભૂલથી જમા થયેલી રકમ ઉમરગામના બિલ્ડરે વાપરી નાંખી હતી

ઉમરગામ વીજ કંપનીના ગ્રાહકોએ ભરેલા બિલના રૂપિયા બિલ્ડરના એકાઉન્ટમાં જમા થયા હતા. વીજ કંપનીએ રૂપિયા પરત માગતા વાપરી કાઢ્યાનુ઼ં કહેતા પોલીસ કેસ કરાયો હતો. આ કેસમાં કોર્ટે બિલ્ડરને પાંચ વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે.સાઇ કન્સ્ટ્રકશનના નામે બિલ્ડિંગ બાંધકામ કરનાર બિલ્ડર મોહનલાલ ગોપાલજી વર્માનું સોળસુંબાની બેંક ઓફ બરોડામાં ખાતું છે. આ બેંકમાં ઉમરગામની વીજ કંપનીનું પણ એકાઉન્ટ છે. 27 ઓક્ટોબર 2015થી 24 ઓગસ્ટ સુધીના ગાળામાં વીજ કંપનીના ગ્રાહકોના બિલના 1.57 કરોડ રૂપિયા ભુલથી બિલ્ડર મોહનલાલના ખાતામાં જમા થઇ ગયા હતા.

વીજ કંપનીને બેલેન્સ ઓછી જણાતા તપાસ કરતા 61 ચેક મોહનલાલના ખાતામાં જમા થયા હોવાનું બહાર આવ્યું હતું. મોહનલાલે પણ આટલી મોટી રકમ ઉપાડીને વાપરી નાંખી હતી. આખરે વીજ કંપનીએ બિલ્ડર સામે પોલીસમાં વિશ્વાસઘાટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ઉમરગામ કોર્ટમાં ચાલતા કોર્ટે ચુકાદો આપ્યો હતો કે બેંક ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ન જાય એ ધ્યાનમાં રાખીને આરોપી બિલ્ડર મોહનલાલ વર્માને 403 મુજબ 1 વર્ષ અને 420 મુજબ પાંચ વર્ષની સાદી કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...