ભાસ્કર વિશેષ:વાપીના ભૂખ્યાની દર રવિવારે જઠરાગ્નિ ઠારતા લોહાણા યુવક મંડળની બ્રિગ્રેડ

વાપી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાપ્રસાદ વિતરણની નાણાંમંત્રીએ સેવાકીય કાર્ય

વાપી જીઆઇડીસી ખાતે શ્રી લોહાણા યુવક મંડળ સંચાલિત શ્રી જલારામ સેવા સંઘ દ્વારા દર રવિવારે શ્રી અંબા માતાના મંદિરે પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે, મહાપ્રસાદીનો અનેક જરૂરિયાતમંદ લોકો લાભ લઇ રહ્યા છે. રવિવારે રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોહાણા સમાજના યુવા દ્વારા કરવામાં આવી રહેલી સેવાકીય પ્રવૃતિને બિરદાવી અને સરાહના કરી હતી.

નાણામંત્રી કનુભાઇ દેસાઇએ સાથે શ્રી અંબામાતાજીના દર્શન કર્યા હતા. જેમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, વીઆઈએ પ્રમુખ કમલેશ પટેલ, વાપી ભાજપ સંગઠન મહામંત્રીના મહામંત્રી વિરાજ દક્ષિણી, લોહાણા યુવક મંડળના પ્રમુખ સમાજનાં અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દર રવિવારે મહાપ્રસાદી વિતરણ કરનારી યુવા બ્રિગ્રેડ ટીમના જણાવ્યા મુજબ હાલમાં 700થી વધારે લોકોને મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જોકે, આવનારા દિવસોમાં આ મહાપ્રસાદી મોટાપ્રમાણમાં લઇ જવાની તેઓ ઇચ્છા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...