હાલાકી:વાપી GIDCમાં બિલખાડી પરના બ્રિજનું કામ ધીમું, ચાલકોને હાલાકી

વાપી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકોને આગામી સમયમાં ફોરલેન બ્રિજની સુવિધા મળવાની છે

વાપી નોટિફાઇડ દ્વારા જીઆઇડીસીમાંથી પસાર થતી બિલખાડી પર બ્રિજની કામગીરી ચાલી રહી છે. જેમાં ડાયવર્ઝન અપાતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપી નોટિફાઇડ દ્વારા બીલખાડી પર જર્જરિત સિંગલ લેન બ્રિજને તોડી તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ ની કામગીરી ચાલી રહી છે. ઘણાં મહિનાઓથી આ કામગીરી ચાલી રહી હોવા છતાં હજુ સુધી પૂર્ણ થઇ શકી નથી.

પરિણામે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 3.42 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે વાહન ચાલકોએ લાંબો ચકરાવો મારવાની ફરજ પડી રહી છે. અધિકારીના જણાવ્યાં મુજબ જાન્યુઆરી માસમાં બ્રિજ નિર્માણની કામગીરી શરૂ થઇ હતી. જેમાં વચ્ચે વિલંબ થયો હતો. પરંતુ હવે થોડા સમયમાં બ્રિજની કામગીરી પૂર્ણ થતાં વાહન ચાલકોને ફોરલેન બ્રિજની સુવિધા મળી રહેશે.

વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉકેલાશે
વાપી બિલખાડી પરના દબાણો હટાયા બાદ તેમાં પાકી ગટર બનાવામાં આવી હતી. હાલ બીલખાડી બ્રિજ તોડ્યા બાદ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. અહી ચોમાસામાં વરસાદી પાણીથી ખાડી ભરાઇ જતી હતી. જેના કારણે અનેક અવરોધો ઊભા થતા હતાં. હવે ટૂંક સમયમાં બ્રિજ પૂર્ણ કરી ખુલ્લો મુકાશે. જેથી વરસાદી પાણી ભરાવવાનો પ્રશ્ન ઉકેલાશે.

અન્ય સમાચારો પણ છે...