વાપીમાં વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે મુખ્ય અતિથિ લ.ઉ.ભા.ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્ર ગુપ્તાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો જેમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે જિલ્લા સ્તરના લઘુ ઉદ્યોગોના પ્રશ્નોના નિરાકરણ માટે શું કાર્ય પદ્ધતિ અપનાવી છે તેની સમજણ આપી હતી.
પ્રકાશચંંદ્રએ જણાવ્યું હતું કે, ભારતના લઘુ ઉદ્યોગો, પારિવારિક ઉદ્યોગનો પ્રભાવ,2000વર્ષથી રહેલો છે,ભારત દેશના ઉદ્યોગકારો શ્રેષ્ઠ આઈટમ બનાવીને દુનિયાભરમાં સપ્લાય કરતા હતા, ભારતના જીડીપીમાં નાના ઉદ્યોગોનો સૌથી વધુ ફાળો હતો. અત્યારે પણ કોવિડ કાળમાં નાના અને મધ્યમ કક્ષાના વિશિષ્ટ ઉત્પાદન બનાવીને દેશ અને દુનિયાને આ મહામારીનો ખૂબ જ સહાય કરી છે. ઉદ્યોગોના વિકાસની સાથે સાથે દેશના વિકાસની વાત લઇ દેશને જગતગુરુ બનાવી શકે છે.
સરકારની સાથે મળીને લઘુઉદ્યોગોના હિતમાં પોલીસી બનાવી શકાય. જેથી ઉદ્યોગના વિકાસની સાથે દેશનો વિકાસ થાય. વલસાડ જિલ્લામાં લઘુ ઉદ્યોગ ભારતીનો વ્યાપ વધે, વધુ ઉદ્યોગકારો એમાં જોડાય અને ઉદ્યોગોના વિકાસની સાથે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એવી આશા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી ઇશ્વર સજજન, દ.ગુ.વિભાગના પ્રમુખ નિરજ પટેલ, અને જિલ્લાના સ્થાપક પ્રમુખ સુમન ભાવસાર, અને કર્ણાવતી સંભાગના પ્રમુખ શરદ ઠાકર હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં પૂર્વ અને સ્થાપક પ્રમુખ સુમન ભાવસાર, ચૈતન્ય ભટ્ટ તેમજ સ્વ.દિલીપભાઈ દોશીનું સન્માન કરાયું હતું. જિલ્લામાં સરીગામમાં પ્રમુખ તરીકેની દિનેશ પટેલ અને પારડીમાં નિતિન પટેલને સંયોજક ની જવાબદારી સોંપાઇ હતી. શરદ ઠાકરે જિલ્લાની ટીમને અભિનંદન આપી નવા સભ્યો બનાવી ઉદ્યોગકારોનો વિશ્વાસ સંપાદન કરી રોજગારી પુરી પાડવાની દિશામાં કામ કરવા હાંકલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.