તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વાપીથી મળેલી લાશ ભીલાડની કંપનીના કામદારની નીકળી, નવસારીના પરિજનોએ ગુમની ફરિયાદ કરી હતી

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી જીઆઇડીસી સ્થિત સીઇટીપીના કમ્પાઉન્ડમાંથી ઝાડ ઉપર લટકેલી લાશમાં યુવકની ઓળખ નવસારીના પાદર ફળિયામાં રહેતા ભાવેશ રાઠોડ તરીકે થઇ હતી. જે ભીલાડની એક કંપનીમાં નોકરી કરતો હતો. અને 7 નવેમ્બરે ગુમ થતા પરિજનોએ આ અંગે ભીલાડમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી.

વાપી જીઆઇડીસી સ્થિત સીઇટીપીના કમ્પાઉન્ડમાંથી બુધવારે ઝાડ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતકના ખિસ્સામાંથી એક મોબાઇલ મળી આવતા તેના આધારે તપાસ કરતા મૃતકની ઓળખ નવસારી ખાતે જલાલપોરના પાદર ફળિયામાં રહેતા ભાવેશ રાઠોડ તરીકે થઇ હતી. જેની જાણ તેના પરિજનોને કરતા તેઓ વાપી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાવેશ ભીલાડની એક કંપનીમાં નોકરી કરતો હતો અને 7 નવેમ્બરથી ગુમ થઇ જતા આ અંગે તેમણે ભીલાડ પોલીસ મથકમાં જાણવા જોગ ગુમની ફરિયાદ પણ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો