સરદાર પટેલ ઉદ્યાન ખુલ્લુ મુકવામાં આવ્યું:પારડીના તળાવમાં બોટિંગની સુવિધા મળશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14.86 કરોડના ખર્ચે સરદાર પટેલ ઉદ્યાન ખુલ્લુ મુકવામાં આવ્યું

પારડી પાલિકા દ્વારા 99 એકરના તળાવને સુશોભિત કરવામાં આવી રહ્યું છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત તથા 14 માં નાણાપંચ યોજના હેઠળ રૂ.14.86 કરોડના ખર્ચથી અઘતન સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન લોકો માટે નાણામંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પારડીના ઐતિહાસિક ત‌ળાવમાં લોકો માટે બોટિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા 99 એકરના તળાવને વિકસાવવાનો પ્રોજેક્ટ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. કેટલીક કામગીરી હજુ બાકી છે,પરંતુ હાલ 14.86 કરોડના ખર્ચે અઘતન સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યો છે. જેનું રવિવારે નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ ઉદ્યાનમાં સરદાર પટેલની પ્રતિમા, ફૂડ કોર્ટ અને ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન ઝોન સહિત સુવિધાનું પણ લોકાર્પણ કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નાણામંત્રીએ આગામી દિવસોમાં તળાવને વિકસાવાનો પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરાશે એમ જણાવ્યું હતું.આ પ્રસંગે સાંસદ કે. સી પટેલ ,પારડી નગરપાલિકાના પ્રમુખ હસમુખ ભાઈ રાઠોડ, ચીફ ઓફિસર પ્રાચી દોષી ,જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ ,કમલેશ પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા સભ્ય રાજેશ પટેલ, મહેશ દેસાઇ,વાપી શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ,ઉદ્યોગિક ક્ષેત્રના આગેવાઓ, સરકારનાઅધિકારી, ચૂંટાયેલા સભ્યો કોર્પોરેટરો અને પારડી ના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...