ડુંગરી-વલસાડ અને બીલીમોરા-ડુંગરી સેક્શનમાં મંગળવારે બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. કેટલીક ટ્રેનને સ્ટેશને અટકાવી દેવામાં આવશે. ડુંગરી-વલસાડ અને બીલીમોરા-ડુંગરી સેક્શનમાં બ્રિજ નંબર 339 અને 358ના મજબુતીકરણની કામગીરી માટે મંગળવાર, 3જી જાન્યુઆરી, 2023ના રોજ 12.30 કલાકથી 17.30 કલાક સુધી પાંચ કલાકનો બ્લોક લેવામાં આવશે.
આ કામને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક લાંબા અંતરની ટ્રેનોને અસર થશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ, અસર થનારી ટ્રેનોની વિગતો આ મુજબ છે. રેગ્યુલેટ થનારી ટ્રેનમાં ટ્રેન નંબર 22195 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી - 02.01.2023 ના રોજ શરૂ થનારી બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસને 2 કલાક માટે નિયંત્રિત કરવામાં આવશે.
ટ્રેન નંબર 19202 પોરબંદર - 03.01.2023 ના રોજ શરૂ થતી સિકંદરાબાદ એક્સપ્રેસ 2 કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે. ટ્રેન નં. 12936 સુરત - બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ 03.01.2023 ના રોજ શરૂ થનારી 30 મિનિટ દ્વારા નિયમન કરવામાં આવશે.
ટ્રેન નંબર 19016 પોરબંદર - દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 02.01.2023 ના રોજ ઉપડતી નવસારી ખાતે ટૂંકી ટર્મિનેટ થશે. થોડા દિવસ અગાઉ પણ ડુંગરી સ્ટેશન નજીક ગડર નાંખવાની કામગીરીને લઇ બ્લોક લેવાયો હતો. જેને લઇ ડુંગરી સ્ટેશને કલાકો સુધી ટ્રેનને અટકાવી દેવાતા મુસાફરોએ હલ્લો મચાવ્યો હતો. રેલવે દ્વારા ફ્રેઇટ કોરીડોરની કામગીરીને લઇને બ્લોક લેવાઇ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.