સંગઠન હાવી:ભાજપ 5 પાલિકા, 6 તાલુકા પંચાયતમાં કોર કમિટી બનાવશે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય, કારોબારી સભા પહેલા બેઠકમાં ચર્ચા થશે

વલસાડ જિલ્લામાં પાંચ પાલિકા અને 6 તાલુકા પંચાયતની વહીવટ માટે ભાજપે નવી ફોર્મુલા અપનાવી છે. 6 થી 7 સભ્યોની કોર કમિટિ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સામાન્ય સભા અને કારોબારી સભા પહેલા કોર કમિટિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સભામાં વિવાદ ન થાય અને દરેક વોર્ડ વિસ્તારમાં કામો થાય તે માટે કોર કમિટિની રચનાની પ્રક્રિયા ભાજપે હાથ ધરી છે.

વલસાડ જિલ્લા ભાજપ સંગઠને હાલ વિકાસના કામોને વેગ મળે અને વિવાદો ન થાય તે માટે પાલિકા અને તાલુકા પંચાયતમાં કોર કમિટિની રચવાનો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 6થી 7ની કોર કમિટિમાં સાંસદ,સ્થાનિક ધારાસભ્ય, શહેર અથવા તાલુકાના પ્રભારી, જે-તે વિસ્તારમાં રહેતા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, તાલુકા-શહેર ભાજપ પ્રમુખ સહિતનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે વિકાસને વેગ અને સભાના એજન્ડા પહેલા વ્યવસ્થિત ચર્ચા થઇ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...