ચૂંટણી:વાપી પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે તૈયારી શરૂ કરી, પાર્ટીના બેનરો હટાવાયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 વોર્ડની ચૂંટણીની જાહેરાત સાથે બે રિટર્નિંગ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી

વાપી પાલિકાની આગામી 28 નવેમ્બરે યોજાનાર સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપમાં દાવેદારોનો રાફડો જાેવા મળી રહ્યો છે. જેથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારની પસંદગી અંગે રહસ્ય રહેશે એવું સુત્રો જણાવી રહ્યાં છે. જયારે કોંગ્રેસે પણ અગાઉથી ચૂંટણીની તૈૈયારી કરી હતી. પાલિકાની ચૂંટણી માટે બે રીટર્નિંગ ઓફિસરોની નિમણૂંક કરાઇ છે.

વાપી પાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત સાથે ટિકિટ મેળવવા ભાગતાં ઉમેદવારોમાં દોડધામ વધી રહી છે. ખાસ કરીને ભાજપમાં નો રિપિટેશનના કારણે તક મળશે એવી આશાએ ભાજપના કેટલાક દાવેદારોએ લોબિંગ શરૂ કરી દીધું છે. ભાજપ સંગઠનને પણ ગત ચૂંટણીનો જેવો દેખાવ રહે તેવી તૈયારી શરૂ કરી છે.

બીજી તરફ કોંગ્રેસે પાલિકાની ચૂંટણીમાં પોતાની બેઠકો વધારવવા ખાસ આયોજનની તૈયારી કરી છે. બંને પક્ષોના નેતાઓ હાલ ચૂંટણીની તૈયારીમાં જોતરાયા છે. ચૂંટણીની જાહેરાત સાથે બે રિટર્નિંગ ઓફિસરોની નિમણૂંક કરવામા આવી છે. જેમાં પારડી વિભાગના પ્રાંત અધિકારી આનંદુ સુરેશગોવિંદ અને તાલુકા વિકાસ અધિકારી શનિ ડી.પટેલની રીટર્નિંગ ઓફિસરોની નિમણૂંક કરવામાં આવી છે.

જાહેરનામું બાદ ફોર્મ ભરવાનું શરૂ થશે
વાપી પાલિકાની ચૂંટણી 28 નવેમ્બરે અને મતગણતરી 30 નવેમ્બરે યોજાશે. 8 નવેમ્બરે ચૂંટણી માટેનું જાહેરનામું રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પ્રસિદ્ધ કરાશે. ત્યારબાદ ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ થશે. જો કે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પાર્ટીની સૂચના મુજબ ઉમેદવારીપત્ર ભરશે. હાલ ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...