તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાપી જીઆઇડીસીમાં કારની અડફેટે બાઇકચાલકનું મોત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યો કારચાલક ફરાર થતા પોલીસમાં એફઆઇઆર

વાપી જીઆઇડીસીમાં કારની ટક્કરે બાઇકચાલકને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું. બનાવ અંગે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે. વાપીના ચણોદ ગામે રહેતા અને મુળ વેસ્ટ બંગાલના બપ્પા બસુદેબ ગોસ્વામીએ બુધવારે જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ રાતા ખાતે શ્રી ઓમ ફેબ્રિકેશનના નામે કંપની ચલાવે છે અને ત્યાં મામા હેમંતકુમાર બગલાશંકર મુખરજી પણ નોકરી કરે છે.

સોમવારે તેઓ બંને ઘરે હાજર હતા ત્યારે કંપનીથી ફોન આવેલ કે કોઇ પાઇપ લીકેજ છે. જેથી મામા હેમંત હોન્ડા સાઇન બાઇક નં.જીજે-15-બીએન-1398 લઇ કંપની ઉપર ગયા હતા. રાત્રે સવા નવ વાગે પરત ઘરે આવતી વખતે જીઆઇડીસી વિનંતી નાકા તરફ જતા રોડ ઉપર એક અજાણ્યા કારચાલકે તેમની બાઇકને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર માટે ચલા સીએચસી લઇ જતી વખતે તેમનું મોત થયું હતુંં.

અન્ય સમાચારો પણ છે...