તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:બાઇક રાઇડરે નવા પર્યટક સ્થળોને ઓળખ આપવા 1 લાખ ફોટો ક્લિક કર્યા

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાપોંઢાના યુવાને જાણીતા સ્થળોની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા 15 હજાર કિમીનો પ્રવાસ ખેડ્યો

કપરાડાના મોટાપોંઢાના 34 વર્ષિય યુવાનન બાઇક રાઇડર્સની સાથે અનોખી પ્રવૃતિ કરી રહ્યો છે. જેમાં પર્યટક સ્થળોની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા કામગીરીમાં જોતરાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના અંતરયાળ જાણીતા ગામો તથા નેચરલ સ્થળોની માહિતી લોકો સુધી પહોંચાડી છે. અત્યાર સુધીમાં આ યુવાને કેમેરા,મોબાઇલ અને ડ્રોન તથા અન્ય ટેકનિકલ સાધનોથી કુલ 1 લાખથી વધુ તસ્વીરો ક્લિક કરી પ્રવાસન સ્થળોને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

વાપી શહેરથી 15 કિ.મી.ના અંતરે આવેલા મોટાપોંઢા તળાવ પાસે રહેતાં હિમાંશુ ઉત્તમભાઇ પટેલ (ઉ.વ.34)ને બાળપણથી ફોટોગ્રાફરનો શોખ ધરાવે છે. કોલેજકાળમાં તેમને ફોટોગ્રાફી મામલે ઇનામ પણ મળ્યુ હતું. આ ક્ષેત્રમાં વધુ કેરિયર બનાવવા હિમાશુંએ બાઇક રાઇડર્સની સાથે સમગ્ર દેશમાં ફરી પ્રવાસન,તીર્થ સ્થળોના ફોટાઓ પાડી લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાની કામગીરી કરી રહ્યો છે.

2015થી તેમણે દક્ષિણ ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળો તથા નેચરલ પાર્કની વર્તમાન સ્થિતિને લોકો સુધી પહોંચડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં તેમણે જણાવ્યુ હતું કે નાનપણથી ફોટોગ્રાફીનો રસ ધરાવું છે. પરિવારના સહયોગના કારણે આ શક્ય બન્યુ છે. શરૂઆતમાં ભાઇએ કેમેરો ખરીદીને આપ્યો હતો. હાઇવે,મંદિરો, ડુંગરાળ પ્રદેશ, તળાવોમાં મળતી સુંદર તસ્વીરો ખેંચી લોકો સમક્ષ મુકી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ફોટોગ્રાફ ક્લિક કર્યા છે. જેમાંથી કેટલાક ફોટાઓ સૌથી વધુ શેર થયા છે.

લોકોને પ્રવાસન સ્થળની સાચી માહિતી મળે અને કુદરતી સૌદર્ય માળવાની તક તેવા ઉદેશ્ય સાથે કામગીરી કરી રહ્યું છે. ભવિષ્યમાં પણ આ પ્રયાસ જારી છે. પરિવાર પણ પુરેપુરો સાથ આપતાં વધુ આનંદ સાથે કામગીરી કરી રહ્યો છું.

આ નવા સ્થળોને ક્લિક કરી ઉજાગર કર્યા
મોટી કોરવડ,તામછડી,વઘઇ રોડ, કપરાડા હાઇવે, સુથારપાડા સૌદર્ય, તિસ્કરી જંગલ સહિતના અનેક નવા સ્થળોના ફોટા ક્લિક કરી શેર કરતાં લોકોને નવી માહિતી મળી છે. કેટલાક ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ચાલી રહ્યાં છે. અત્યાર સુધીમાં 15 હજાર કિ.મીનો પ્રવાસ પણ તેમણે ખેડયો છે.

સરકારે હજુ પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાની તાતી જરૂરિયાત
મોટાપોંઢાના હિમાંશું પટેલે વધુમાં જણાવ્યુ હતું કે કપરાડા઼ ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક પ્રવાસન સ્થળો આવેલાં છે. જેઓ હજુ પ્રચલિત થઇ શકયા નથી. રાજય સરકારે આવા પ્રવાસન સ્થળોનો વિકાસ કરવો જરૂરી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કપરાડા,ધરમપુર અને ડાંગ વિસ્તારના ડુંગરાળ પ્રદેશોને પ્રવાસન ક્ષેત્રે વિકસાવામાં આવે તો લોકોને કુદરતી વાતાવરણ મા‌ણવાની પણ મજા આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...