અકસ્માત:વાપી હાઇવે પર વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવક ડિલીવરી બોય તરીકે કામ કરતો

વાપી હાઇવે ઉપર એક બાઇકચાલકને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા તેનું સ્થળ ઉપર મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી હતી અને મૃતકના પરિવારને અકસ્માતની જાણ કરાઇ હતી. વાપી હાઇવે ઉપર મુંબઇ તરફ જતા માર્ગ ઉપર મંગળવારે એક બાઇકને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારતા ચાલક નીચે પટકાયો હતો.

માથા અને શરીરે ગંભીર ઇજા પહોંચવાથી તેનું સ્થળ ઉપર મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તે અંગે મૃતકના પરિવારને જાણ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક કરમબેલે ગામનો રહેવાસી છે અને તે ડિલીવરી બોય તરીકે નોકરી કરતો હતો. હાલ તેની ઓળખ બબલુભાઇ ઉ.વ.20 તરીકે થઇ છે.

અન્ય સમાચારો પણ છે...