આક્રોશ:હવે પછી એક પણ વખત શિવ પર ટિપ્પણી ભૂદેવો ચલાવી લેશે નહિ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત બ્રહમસમાજની બેઠકમાં સ્વામીનારાયણ સંતોના વિવાદાસ્પદ નિવેદનને વખોડાયું

સ્વામીનારાયણ સંપ્રદાયના આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ પર અપમાનજક નિવેદનથી શિવભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. અન્ય એક સંતે પણ વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. જેને લઇ શિવભક્તોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. ત્યારે શનિવારે વલસાડ જિલ્લા સમસ્ત બ્રહસમાજના આગેવાનો પારડી એકલિંગજી હોલમાં એકત્ર થયા હતાં. હવે પછી એક પણ વખત શિવ કે સનાતન ધર્મ વિષે વિવાદસ્પદ નિવેદનને ન ચલાવી લેવાશે એવું બેઠકમાં હાજર આગેવાનોએ જણાવ્યુ હતું.

વલસાડ જિલ્લા સમસ્ત બ્રહમસમાજના આગેવાનો શનિવારે પારડી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. જેમાં વલસાડ જિલ્લા સમસ્ત બ્રહમસમાજના પ્રમુખ બી.એન. જોષીએ જણાવ્યું હતું કે ભગવાન શિવ પર વિવાદસ્પદ નિવેદન આપવું કેટલુ ઉચિત છે. આ પ્રકારના નિવેદનો હવે ન આવવા જોઇએ.આજે મહુવાથી મુંબઇ સુધીના ભુદેવો એકત્ર થયા છે. ચારે તરફ ભુદેવોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.સ્વામી સંપ્રદાયના સંતો આવા બેફામ નિવેદનોથી બચે તે જરૂરી છે.

હવે પછી શિવ કે સનાતન ધર્મ વિશે ટિપ્પણી સહન કરવામાં આવશે નહિં. ખેરગામના ભાગવત કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યું હતું કે ભગવાન શિવજી અને બ્રહ્માજી વિશે જે બેફામ નિવેદનો આપી રહ્યા છે એ તમારી સંસ્કારીતાનુ પ્રદર્શન થઈ રહ્યું છે. હવે સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે કંઈ પણ નિવેદન કરશો તો પરિણામ સારા આવશે નહિં. વાર-વાર દેવી-દેવતાં પર વિવાસ્પદ નિવેદનોના કારણે લોકોની લાગણી પણ દુભાઇ રહી છે. આ પ્રસંગે મુંબઇથી પ્રતાપ જોશી, નવસારીના મનુ જોશી, સુરતથી કિર્તી જાની, અમદાવાદના રતિભાઈ જોશી, પારડી સંસ્કૃત પાઠશાળાના નિયામક ભાવેશ જોશી,પારડીના જયોતિષી કલ્પેશ જાની, એન.બી.જોશી ઉપસ્થિત રહ્યા હતા.

મહુવાથી મુંબઇ સુધીના ભુદેવોએ વિરોધ નોંધાવ્યો
પારડી ખાતેની બેઠકમાં મુંબઇ, સુરત, વડોદરા, અમદાવાદ સહિતના ભુદેવો એકત્ર થયા હતાં. આ તમામ ભુદેવોએ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ કરેલા નિવેદનને વખોડી કાઢયુ હતું. ભાવેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનો શોભતા નથી. સમાજ ઉપયોગી અને આવનારી પેઢીમાં ધર્મના સંસ્કારો જળવાઇ રહે તેવા નિવેદનો હોવા જોઇએ. જેથી ફરી વખત વિવાસ્પદ નિવેદન ન આવે તે માટે અમે માગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...