તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભીલાડવાળા બેન્કની ચૂંટણી:ભીલાડવાળા બેન્કની ચૂંટણીમાં ઉમેદવારી માટે ડીપોઝીટ નહિ વધે

વાપી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારી વખતે રૂ.2500ની જગ્યાએ 25000નો નિર્ણય બે માસ બાદ

37 હજારથી વધુ સભાસદો ધરાવતી સરદાર ભીલાડવાળા બેન્ક લિ.ની ચૂંટણીને લઇ રાજકીય ગતિવિધિ તેજ બની રહી છે. આ વખતની ચૂંટણી બંને પેનલો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. બેન્કની ચૂંટણી લડતાં ઉમેદવારોની ડીપોઝીટ રૂ.2500 લેવામાં આવે છે, પરંતુ હવે તે 25000 કરવાની તૈયારી ચાલી રહી છે. એટલે કે 10 ગણો ડીપોઝીટમાં વધારો થઇ શકે છે.

બેન્કના નિયુકત થયેલા ચૂંટણી અધિકારી વિજય દેસાઇએ જણાવ્યુ હતુ કે આ નિર્ણય એજીએમમાં લેવામાં આવશે. ત્યારબાદ સરકારની મંજુરી માટે મોકલવામાં આવશે.જેથી આ વખતે તેનો અમલ થશે નહિં. આગામી ચૂંટણીના નિયમો અંગે રજિસ્ટ્રારે બે અલગ-અલગ હુકમ કર્યા છે. જેથી નવા નિયમ પ્રમાણે ચૂંટણીની પ્રક્રિયા યોજાશે. આમ આ વખતની ચૂંટણીમાં બે પેનલ વચ્ચે સીધો મુકબલો હોવાથી પરિણામ પર સૌની મીટ મંડાયેલી છે.

ચૂંટણી માટે ભાજપ કમિટિ બનાવશે
વલસાડ જિલ્લા ભાજપ સંગઠને કમિટિ બનાવાનો નિર્ણય કર્યો છે. જિ.ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યુ હતું કે એક કમિટિ બનાવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ નામો કરાશે. હાલ તાલુકા જિ.ની ચૂંટણીની કામગીરી પણ ચાલી રહી છે.

સામેની પેનલે મોટા ભાગના નામો ફાઇનલ
ભાજપ પ્રેરિત પેનલની સામે હેમંત દેસાઇની પેનલે 18 બેઠકો પરના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો છે. દરેક બેઠકો પર મોટા ભાગના ઉમેદવારોના નામ નકકી કરી દીધા હોવાની માહિતી મળી રહી છે. ચાલુ તમામ ડિરેકટરો ચૂંટણી લડશે એવી પણ માહિતી મળી રહી છે. જો કે હજુ સુધી નામોની વિધિવત જાહેરાત કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો