નિમણૂંક:ભીલાડવાળા બેન્કની ચૂંટણી પૂર્વે બે કો.ઓપ્ટ ડિરેકટરોની વરણી, બોર્ડ બેઠકમાં વાપી- પારડીના બે ડિરેકટરોને બહાલી

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરદાર ભીલાડવાળા બેન્કની ચૂંટણી આગામી ઓકટોમ્બર માસમાં યોજાવાની છે, પરંતુ તે પહેલા શુક્રવારે મળેલી બોર્ડ ઓફ ડિરેકટરની બેઠકમાં ટર્મ પૂર્ણ થતાં બે ડિરેકટરોને ફરી કો-ઓપ્ટ ડિરેકટર તરીકે બહાલી અપાઇ હતી. જેમાં વાપી વિભાગમાંથી એક અને પારડી વિભાગમાંથી એકનો સમાવેશ થાય છે. જો કે ચૂંટણીને હજુ ઘણી વાર છે. ત્યારે કેટલાક દાવેદારોમાં અત્યારથી ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો.ઓપરેટિવ બેન્ક લિ.ની બોર્ડ બેઠક શુક્રવારે ચેરમેન શરભાઇ દેસાઇની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા થઇ હતી. ખાસ કરીને વર્તમાન બે કો-ઓપ્ટ પ્રોફેશનલ ડિરેકટરની ટર્મ પૂર્ણ થવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વાપીમાંથી નિમેષ રમેશચંદ્ર વશી તથા પારડીથી કિર્તીભાઇ આર.રાજપુતને આગામી એક વર્ષ માટે વધુ કો-ઓપ્ટ પ્રોફેશનલ ડિરેકટર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. 

અન્ય સમાચારો પણ છે...