તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ બેન્કની ચૂંટણી 14 માર્ચે યોજાવાની છે. જેમાં કુલ 37756 સભાસદો મતદાનમાં ભાગ લેશે. આ માટે 12થી 16 ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર મેળવાની પ્રક્રિયા શરૂ થશે. જયારે 16થી 20 ફેબ્રુઆરીથી ઉમેદવારીપત્ર ભરાશે. આ વખતે ભાજપ શાસિત પેનલ ચૂટણીમાં ઝંપલાવશે એવી જાહેરાત ભાજપ સંગઠને કરી છે. જયારે સામા પક્ષે હેમંત દેસાઇની પેનલ ચૂંટણીમાં ઉતરશે. બંને પેનલોએ હજુ સુધી ઉમેદવારોના નામો જાહેર કર્યા નથી, પરંતુ સભાસદોમાં દરેક બેઠકો પર ઉમેદવારોના નામની ચર્ચા ચાલી છે. ભાજપ પ્રેરિત પેનલનાં કોણ-કોણ ઉમેદવાર હશે તેની સભાસદોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.
આ સભાસદો મતદાનમાં ભાગ લેશે | |
વિભાગ | સભાસદો |
પારડી | 8483 |
વાપી | 9459 |
વાપી જીઆઇડીસી | 7259 |
ઉદવાડા | 4596 |
ઉદવાડા ગામ વિ. | 796 |
ઉમરસાડી | 2207 |
પારનેરા | 2260 |
વલસાડ | 2096 |
ધરમપુર | 146 |
ભીલાડ | 600 |
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.