તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ફોલોઅપ:ભીલાડ આયશા ક્લિનિકને તાળાં મારીને તમામ ફરાર

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.12ના વિદ્યાર્થીઓ દર્દીને સારવાર આપતા હતા

ભીલાડ સ્થિત એક ક્લિનિકમાં 18 વર્ષનો યુવક અને યુવતી દર્દીઓને ઇંજેક્શન અને ગ્લુકોઝના બોટલો ચઢાવતા અંગે ભાસ્કરે સમાચાર પ્રકાશિત કરતા જ બીજા દિવસે ક્લિનિક બંધ હાલતમાં દેખાઇ હતી. ક્લિનિક ચલાવનારા તમામ ફરાર તઈ ગયા હતા. જોકે આ મુદ્દે તંત્ર અને પોલીસ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવે તો હજુ મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે.

ભીલાડ ચાર રસ્તા સ્થિત આયશા ક્લિનિકમાં તબીબની હાજરી વિના યુવતિ અને યુવક દર્દીઓને ઇંજેક્શન અને ગ્લુકોઝના બોટલો ચઢાવી રહ્યા હતા. ભાસ્કરની ટીમે આ હકીકત બહાર પાડવા સ્ટીંગ કરતા યુવક અને યુવતી નિર્દોષ દર્દીઓને ઇંજેક્શન અને ગ્લુકોઝના બોટલો ચઢાવતા કેમેરામાં કેદ થયા હતા. આયશા ક્લિનિકના માલિક તેમજ તબીબ ડો.જનક ત્રિવેદી રહે. સેલવાસથી આ અંગે વાતચીત કરતા તેમની પણ બેદરકારી સામે આવી હતી. ભાસ્કરે સમગ્ર ઘટના પ્રકાશિત કરતા બીજા દિવસે રવિવારે આયશા ક્લિનિક બંધ હાલતમાં જોવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ દવાખાનું અન્ય કોઈ ઈસમ ભાડેથી લઈને ચલાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગ, ડ્રગ્સ વિભાગ અને પોલીસ દ્વારા આ મુદ્દે જરૂરી તપાસ હાથ ધરવામાં આવે તો હજુ મોટું કૌભાંડ બહાર આવી શકે એવી શક્યતા છે. અન્યના નામે કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા જ નામ અને હોદ્દાનો ઉપયોગ કરીને દવાખાનું ચલાવવામાં આવી રહ્યું છે.

તંત્રને ખુલ્લો પડકાર
જિલ્લામાં બોગસ તબીબો સ્લમ વિસ્તારમાં નાની મોટી ક્લિનિકો ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ભીલાડ અને વાપીમાં અન્ય વ્યક્તિના નામે લાયસન્સ ધરાવી મેડિકલ ચલાવતા આ ઇસમો આરોગ્ય વિભાગને ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...