તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ ગેલમાં:વાપી તાલુકા પંચાયતમાં ચૂંટણી પહેલા ભાજપે બાજી મારી, 20માંથી 5 બેઠકો પર બિનહરીફ

વાપી11 દિવસ પહેલા
 • વલસાડ જિલ્લા પંચાયતની છરવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ

વલસાડ જિલ્લાના વાપી તાલુકા પંચાયતની 5 બેઠકો અને એક જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારને બિન હરીફ જાહેર કર્યા છે. વાપી તાલુકામાં આવતી વલસાડ જિલ્લા પંચાયતની પણ એક બેઠક ભાજપના ફાળે બિનહરીફ જાહેર થઈ હતી. વાપી તાલુકાની 5 અને જિલ્લા પંચાયતની એક બેઠક મળી કુલ 6 બેઠક ઉપરથી હરીફ ઉમેદવારોએ ઉમેદવારી ખેંચી લેતા ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પહેલા વિજય થઈ ગયો હતો. વાપી તાલુકા ભાજપના હેદ્દેદારોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.

5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

વલસાડ જિલ્લા પંચાયત અને જિલ્લાની 6 તાલુકા પંચાયતનો સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય પક્ષઓમાં ગરમાટો આવી ગયો હતો. વલસાડ જિલ્લાના તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો ઉપર ભાજપ, કૉંગ્રેસ અને અપક્ષમાં ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસે વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 5 બેઠકો ઉપરથી કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના 5 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા હતા.

ભાજપના ઉમેદવારો બિનહરીફ

વાપી તાલુકા પંચાયતના બલીઠા 1, બલીઠા 2, છીરી 1, લવાછા અને રાત બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થાય છે. સાથે જિલ્લા પંચાયતની છરવાડા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર સામે હરીફ કોઈ ઉમેદવાર ન રહેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની છરવાડા બેઠક પર ભાજપના મિતેષ ભાઈ પટેલનો બિનહરીફ વિજય જાહેર થતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

બિનહરીફ ઉમેદવારોની યાદી

બલીઠા 1 બેઠક પર રજનીકાંત પટેલ

બલીઠા 2 બેઠક પર સરસ્વતી બેન પટેલ

છીરી 1 બેઠક પર જગદીશ હળપતિ

લવાછા બેઠક પર વાસંતીબેન પટેલ

રાતા બેઠક પર ગીતાબેન પટેલ બિનહરીફ જાહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો