વિધાનસભાની ચૂંટણી:ઇલેક્શન પૂર્વે વાપીના 160 લોકોએ પોલીસ મથકે હથિયાર જમા કરાવ્યા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાઉન 93, GIDC 50- ડુંગરાના 17 પાસે આર્મ્સના લાયસન્સ

વિધાનસભાની ચૂંટણી પહેલા કલેક્ટરના જાહેરનામાના પગલે વાપી ટાઉન, જીઆઇડીસી અને ડુંગરા વિસ્તારમાં રહેતા 160 લોકોએ પોતપોતાના ગન, રાઇફલ સહિતના હથિયાર પોલીસ મથકમાં જમા કરાવી દીધા છે. પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ માટે આ લોકો લાયસન્સ મેળવી હથિયાર ધરાવે છે.

વિધાનસભાની ચૂંટણી-2022ને લઇ રાજ્યભરમાં પ્રશાસન ચુસ્ત બની છે. જ્યારે ઇલેક્શન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઇમ રેકોર્ડ ધરાવતા ઇસમો પર ખાસ નજર રાખી શક્ય હોય તો તેઓ સામે અટકાયતી પગલા લેવાઇ રહ્યા છે.

તેવામાં કલેક્ટરના જાહેરનામાના પગલે લાયસન્સ મેળવી હથિયાર ધરાવતા વ્યક્તિઓને પોતપોતાના હથિયારોને તેમના વિસ્તારના પોલીસ મથકમાં જમા કરાવી દેવા હુકમ કરાયો હતો. જેને લઇ વાપી ટાઉન પોલીસ વિસ્તારમાં રહેતા 93 લોકો, જીઆઇડીસી વિસ્તારમાં રહેતા 50 લોકો અને ડુંગરા વિસ્તારમાં રહેતા 17 લોકોએ પોતપોતાના હથિયારને પોલીસ મથકમાં જમા કરાવી દીધા છે. જેમાં ગન, રાઇફલ, પિસ્તોલ અને રિવોલ્વર સહિતના હથિયારો છે. પાક રક્ષણ તેમજ સ્વરક્ષણ માટે આ વ્યક્તિઓ હથિયાર ધરાવે છે. ચૂંટણી સુધી આ હથિયાર પોલીસ પાસે જમા રહેશે.

અન્ય સમાચારો પણ છે...