રોડ શો કાર્યક્રમ:આજે ઘરથી નિકળો ત્યારે ધ્યાન રાખજો: પીએમના કાર્યક્રમથી વાપી-દમણ, વલસાડના માર્ગો બંધ રહેશે

વલસાડ-વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચલા ડાભેલ ચેકપોસ્ટથી સર્કિટ હાઉસ સુધીનો માર્ગ બપોર બાદ પોલીસ દ્વારા બ્લોક કરી દેવાશે

વલસાડ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે દમણ, ચલાથી વાપી શહેર સુધી રોડ શો કરીને વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા જૂજવા ગામે જાહેર સભા માટે મોડી સાંજે પધારશે.જેને લઇ ડીએમ ક્ષિપ્રા અગ્રેએ જાહેરનામુ બહાર પાડી વાહનચાલકો માટે ડાઇવર્ઝન અર્થે જાહેરનામુ બહાર પાડી કેટલાક આદેશ જારી કર્યા છે જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 ધરમપુર ચોકડીથી ધરમપુર તરફ જતો સ્ટેટ હાઇવે નં. 67 19 નવેમ્બર શનિવારે બપોરે 2.00 કલાકેથી રાત્રિના 11.00 કલાક સુધી અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. જયારે દમણ અને વાપીના ચલા વિસ્તારના માર્ગો પર બંધ રહેશે.જેથી હજારો વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડશે.

ધરમપુરના 40 ગામની જરૂરી બસ સેવાને અસર, મુસાફરો રઝળશે
તંત્ર દ્વારા બહાર પાડેલું જાહેરનામુ નિયામક વલસાડને મોકલી એસટી વિભાગને પણ અમલ કરવા જણાવ્યું છે.પરંતુ એસટી બસ સેવાને બાકાત રાખી ધરમપુર વલસાડ વચ્ચે યથાવત દોડાવવા મુક્તિ આપવી જોઈએ એવી દૈનિક મુસાફરોની માંગ છે, કેમકે ધરમપુર ચોકડીથી ધરમપુર શહેર સુધી લગભગ 40 જેટલા ગામની પ્રજા એસટીનો લાભ લે છે જેમણે શનિવારે બપોરે 2 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી બસ સેવા બંધ રહેવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ખાનગી વાહનો દ્વારા ગેરકાયદે હેરફેર કરવી પડશે

ધરમપુર વલસાડ આવજા કરતાં મુસાફરોને રાહત થશે
ધરમપુર ચોકડીથી ગુદલાવ ચોકડી ખેરગામ થઈને ધરમપુર જનારી બસોને ડાઈવર્ઝન હોય ફક્ત વલસાડથી સીધા ધરમપુર જનારા જ તેનો લાભ લઈ શકશે અને ધરમપુર વલસાડ વચ્ચેના 40 જેટલા સ્ટોપના મુસાફરો રઝળશે.જેઓ બસ સેવાથી વંચિત થતાં એસટીને પણ આર્થિક નુકસાન થશે.જેથી મુસાફરોની લાગણી મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ધરમપુર ચોકડીથી જુજવા સ્ટોપ સુધીના જ સ્ટોપેજ રદ કરી તમામ બસ સેવા આ નિયત માર્ગે જ દોડાવે તેવી ચર્ચા ચાલી હતી.

સુરત નવસારીથી નાસિક જતાં ચાલકો મૂંઝવાશે
સુરત નવસારી તરફથી નાસિક તરફ જનારા ભારે વાહનો હજુ પણ ધરમપુર ચોકડી, ચીખલી ખેરગામ થઈને આવ જાવ કરે છે. જો કે ધરમપુર ચોકડીથી નાસિક જનારા આ વાહનચાલકોને ડાઇવર્ઝન માટે અગમચેતી અર્થે ચીખલી હાઇવે પર બોર્ડ લગાવી સૂચના આપી જાણકારી ન મળે તો સુરત,નવસારીના નાસિક જનારા વાહનચાલકોને ધરમપુર ચોકડી સુધી નાહકનું લંબાવવુ પડશે જેનાથી હેરાનગતિ થવાની શક્યતા વર્તાઇ રહી છે. હજુ પણ વહીવટી તંત્ર આ બાબત ધ્યાને લઈ ઘટતુ કરે તે જરૂરી છે.

વલસાડ, વાપી કે ચીખલી તરફથી આવતા ધરમપુર જનારા ચાલકોએ ધરમપુર ચોકડીથી નહિ પરંતું ગુંદલાવ ચોકડીથી કલવાડા ખેરગામ થઈને લગભગ 10 કિમી વધુ અંતર કાપીને ધરમપુર જવું પડશે અને ધરમપુરથી આવનારા વાહનો એ પણ વાયા ખેરગામ કલવાડા થઈને ગુંદલાવ ચોકડીથી વલસાડ આવવું પડશે.

દમણ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉર્તાયા બાદ મશાલ ચોક,ધોબી તળાવ, બસ ડેપો ખારીવાડ, વરકુંડ, સોમનાથ બાદ ડાભેલ થઇ વાપી ચલા પહોંચશે. જેના કારણે આ માર્ગો પરથી બપોર પછી પસાર થ‌વું મુશ્કેલ બનશે. જેથી દમણના લોકોએ વાપી આવવું હોય તો મોટી દમણથી કચીગામ થઇ વાપી આવી શકશે. જયારે ડાભેલના લોકો હાટિયાવાડ થઇ મોરાઇ થઇને વાપી આવી શકશે. ઉમરગામ,ભીલાડ સરીગામના લોકોએ જંબુરી થઇ દમણમાં સરળતાથી પ્રવેશ કરી શકશે.

વાપી ના ચલા માર્ગ ઉપર પીએમ મોદી દ્વારા શનિવારે રોડ શો કરાશે. જેને લઇ ચલા મુખ્ય માર્ગથી ગોલ્ડ કોઇન સર્કલ, રેલવે ઓવરબ્રીજ બાદ કોપરલી નાકા થઇ ગુંજન સુધીના માર્ગો જામ રહેશે. જેથી વાપીથી જીઆઇડીસીમાં પ્રવેશવા લોકો નવા ગરનાળાથી જે-ટાઇપ રોડ થઇ જીઆઇડીસી વિસ્તારમાં પ્રવેશી શકશે. જ્યારે ઇમરાન નગરથી પણ ચારરસ્તા થઇ જીઆઇડીસીમાં પ્રવેશી શકાશે.

અન્ય સમાચારો પણ છે...