ઉમરગામના મલાવમાં રહેતા અશોક પ્રભુભાઇ ડાવર્યા ઉ.વ.25 શુક્રવારે રાત્રે વાપીથી બાઇક લઇને પરત ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન ભીલાડ તરફ યુપીએલ બ્રીજ ઉતરતી વખતે ભીલાડ તરફથી વાપી આવી રહેલા ટાટા ટીયાકો કાર નં.એમપી-12-સીએ-5386ના ચાલકે ડિવાઇડરથી કૂદાવી સામેની સાઇડ વાપીથી ભીલાડ તરફ જતા માર્ગ ઉપર આવી જતા અશોકની બાઇકને અડફેટમાં લેતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા હોવાથી સ્થળ ઉપર તેનું મોત થયું હતું.
બનાવની જાણ થતાં મૃતક અશોકના પરિવારજનો ચલા સીએચસી ખાતે ધસી આવ્યા હતા અને મોટા ભાઇ મહેશભાઇએ કારચાલક વિરૂદ્ધ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં આરોપી કારચાલક વાપી ચલા ખાતે રહેતો હોવાનું અને ચલા એચડીએફસી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપી ડેપ્યુટી મેનેજર સંકલ્પ પાલ ઉ.વ.26 ની ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.