તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધીમી ગતિની કામગીરી:3 વર્ષથી ચાલતાં બલીઠા, મોતીવાડા રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ નહી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી ચોમાસા સિઝનને લઇ પ્રોજેકટમાં વધુ વિલંબ થશે, લોકોએ મુશ્કેલી વેઠવા તૈયાર રહેવુ પડશે, સમય મર્યાદામાં કામ પૂરૂ ન થયું

વલસાડ જિલ્લામાં ત્રણ વર્ષ અગાઉ વાપીના બલીઠા,મોતીવાડા રેલવે ઓવરબ્રિજની ખાતમુર્હુત સાથે કામગીરીનો પ્રારંભ કરાયો હતો. પરંતુ કોરોના કાળના કારણે હજુ સુધી ત્રણેય સ્થળોએ કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. આગામી દિવસોમાં ચોમાસાના કારણે રેલવે ઓવરબ્રિજોની કામગીરી થઇ શકશે નહિ. જેથી લોકોએ હાલાકી ભોગવવા તૈયાર રહેવા પડશે. સમય મર્યાદામાં બ્રિજના પ્રોજેકટો પૂર્ણ ન થવાથી સ્થાનિકોએ પણ અગવડતાનો સામનો કરવો પડે છે.રેલવે વિભાગે રેલવે ફાટકો બંધ કરી રેલવે ઓવરબ્રિજો બનાવવાની જાહેરાત કરી હતી.

જે અંતગર્ત વલસાડ જિલ્લામાં પણ બલીઠા,મોતીવાડા, ડુંગરી અને મોહનગામ ફાટક પાસે રેલવે ઓવરબ્રિજો બનાવવાની જાહેરાત થઇ હતી. વાપીના બલીઠા, મોતિવાડા અને ડુંગરી રેલવે ઓવરબ્રિજની કામગીરી ત્રણ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. પરંતુ બલીઠા અને મોતિવાડા રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલ ઠપ છે. બંને સ્થળોએ હાલ કામગીરી પર બ્રેક લાગી ગઇ છે. છેલ્લા 14 માસથી કોરોનાના કારણે ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડી હોવાનું કહેવાય છે. ચોમાસામાં અધુરી બ્રિજની કામગીરીના કારણે લોકોએ હાલાકી ભોગવવા તૈયાર રહેવુ પડશે.

સ્થાનિક જનપ્રતિનિધિઓ,સાંસદ અને રેલવેના અધિકારીઓ બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરે તે જરૂરી છે. સમયમર્યાદામાં પ્રોજેક્ટો પૂર્ણ ન થવાથી છેલ્લા ત્રણ વર્ષથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. હજુ પણ ઓવરબ્રિજના પ્રોજેક્ટોપૂર્ણ થતા 1 વર્ષ લાગશે એવું લાગી રહ્યું છે.

મોતીવાડામાં એકતરફની કામગીરી પૂર્ણનો દાવો તંત્રએ કર્યો
વાપી માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે મોતિવાડા રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં એક તરફની મોટા ભાગનીકામગીરી પૂર્ણ થઇ ચુકી છે. બીજી તરફની કામગીરી અઠવાડિયામાં ચાલુ થશે. જયારે બલીઠામાં કામગીરી હાલ બંધ છે,થોડા દિવસોમાં અહી કામગીરી પુન: શરૂ થાય તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે.

મોહનગામ ફાટક પાસે કોઇ કામગીરી શરૂ થઇ શકી નથી
વાપીના બલીઠા અને મોતીવાડામાં બ્રિજની 50 ટકાથી વધુ કામગીરી થઇ છે, પરંતુ ભીલાડ હાઇવે સ્થિત મોહનગામ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવાની જાહેરાત થઇ હતી,પરંતુ સ્થળ પર હજુ સુધી કોઇ જ કામગીરી કરવામાં આવી નથી. અહી બ્રિજ બનશે એવી જાહેરાત પોકળ સાબિત થઇ છે. જેને લઇ સ્થાનિકોમાં જનપ્રતિધિઓ સામે આક્રોશ વધી રહ્યો છે. ક્યારે કામગીરી શરૂ થશે તે માહિતી ગ્રામજનો પાસે નથી.

ડુંગરી રેલવે ઓવરબ્રિજની કામગીરી હાલ ચાલી રહી છે
જિલ્લામાં હાલ વાપી નજીક બગવાડા રેલવે ફાટક પાસે 52 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અહી રાત્રે પણ કામ ચાલુ રહે છે. તેવી જ રીતે વલસાડના ડુંગરી ઓવરબ્રિજની કામગીરી પણ ચાલુ હોવાનું સરપંચે જણાવ્યુ હતું. અહી હવે બહુ ઓછી કામગીરી બાકી રહી છે. આમ બગવાડા, ડુંગરી ખાતે હાલ બ્રિજની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...