તંત્રની બેદરકારી:બલીઠા કોળીવાડ ચાર રસ્તાથી આલોક સુધીનો રોડ પ્રત્યે તંત્રની ક્રુર મજાક બની

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી રોડની કામગીરી ક્યારે પૂર્ણ થશે એની રાહ જોતા ગામ લોકો

વાપી નજીકના બલીઠાગામે કોળીવાડ ચારરસ્તાથી લઇને આલોક કંપની સુધીનો માર્ગ અધુરો છોડી દેવાતા ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારી છે છતાં પણ માર્ગ પુરો ન કરાતા વાહન ચાલકોને હાલાકની ભોગવવી પડી રહી છે.\nબલીઠાથી આલોક કંપની તરફ જવાનો માર્ગની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. વરસાદ પડવાનાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે,\nત્યારે હમણાં કોન્ટ્રાકટર દ્વારા જેસીબીથી રોડને ખોદવાનુ કામ શરૂ કર્યું છે. વરસાદની સિઝન ચાલું થવાની હોય એવાં સંજોગમાં રોડનું કામ ક્યારે કામ પુર્ણ થશે એ ચર્ચાનો વિષય છે.

આ રોડ પર ભારે વાહનોની અવરજવર થાય છે એવામાં રોડ અધુરો રહશે તો ચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી રોડ ઉપર કામગીરી જોવા માટે પણ હજુ ફરક્યા નથી. અગાઉ આ રોડ પર 2019-20માં કામ શરૂ થયું હતું પરંતુ કોન્ટ્રાકટર દ્વારા ફક્ત ગ્રાઉટીંગ કરી છોડી દીધો હતો. એક વર્ષ વિતવા છતાં રોડ ઉપર સિલકોટનું કામ થયું નથી. રોડનું કામ હમણાં ચોમાસાની સિઝનમાં ચાલું તો કરાયું છે પણ ક્યારે પૂર્ણ કરાશે તે વિશે ગ્રામજનો ચિંતિત છે.

ગત વર્ષે 65 લાખનો ખર્ચ પાણીમાં ગયો હતો
આ રોડ અગાઉ 2016-2017 મા પણ મા કોઇ રાજ કન્સ્ટ્રકશન કંપની દ્વારા 65 લાખ રૂપિયાના ખર્ચે બન્યો હતો. પણ એક જ ચોમાસામાં અડધોથી ઉપરનો રોડ ધોવાય ગયો હતો. જનતાના 65 લાખ રૂપિયા પાણીમાં ગયા હતા. આ રોડનું કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા જાગૃત નાગરિકે મંત્રી રમણ પાટકર, સાંસદ કે. સી. પટેલ, ધારાસભ્ય કનુભાઈ દેસાઈને લેખિતમાં જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...