હુકમ:ઉઘરાણી માટે વાપી સુલપડના યુવકની હત્યા કરનારની જામીન નામંજૂર

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુલપડમાં કરિયાણાની દુકાન ચલાવનારાએ દુકાનના રૂ.45000ની ઉઘરાણી માટે ગ્રાહકને મિત્રો સાથે ઢોર માર મારતા તેનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ મુખ્ય આરોપીએ જામીન માટે અરજી કરતા રદ કરી દેવાયો હતો. વાપી બલીઠા ખાતે રહેતી ટુનાદેવીએ 21 ડિસેમ્બર 2019ના રોજ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પતિ આઝાદ યાદવ કંપનીમાં કોંટ્રાક્ટર હતો.

જેના માણસો સુલપડમાં રહેતા હોય પીંકુ ઉર્ફે પ્રિયાંક ના કરિયાણાની દુકાનથી તેઓ માલ સામાન લેતા હતા. જેથી રૂ.45000 બાકી રહેતા ઉઘરાણી માટે પીંકુ અવારનવાર આઝાદને કહેતો હતો. 20 ડિસેમ્બરે આરોપી પીંકુએ તેના મિત્રો મેહુલ,રિતેષ,પ્રજ્ઞેશ અને પકીયો સાથે મળી આઝાદને ઢોર માર મારતા તેનું સુલપડના ગ્રાઉન્ડ ઉપર મોત થયું હતું. જેમાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ શુક્રવારે મુખ્ય આરોપી પીંકુએ વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદી સમક્ષ જામીન માટે અરજી કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી તેને નામંજૂર કરવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...