જામીન રદ:પારડીની સગીરા સાથે જંગલમાં દુષ્કર્મ કરનારના જામીન રદ

વાપી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા અને ભાઇ ઉપર હુમલો કરી અપહરણ કર્યું હતું

પારડી વિસ્તારની એક કિશોરીની માતા અને કૌટુંબિક ભાઇ ઉપર કુહાડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા બાદ કિશોરીનું અપહરણ કરીને જંગલમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારનારા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દેવાનો હુકમ કર્યો હતો.

પારડીના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે એક તરફી પ્રેમમાં પડેલ આરોપી સુનીલ જયેશ ધોડીયા પટેલ રહે.પરીયા વેલવાગડ તળાવ ફળિયા 4 માર્ચ 2022 ના રોજ કિશોરીના ઘરમાં કુહાડી અને લાકડા લઇને સહઆરોપી મહેન્દ્ર ઉર્ફે ટ્રેક્ટર પટેલ સાથે પહોંચી ગયો હતો. જ્યાં કિશોરીની માતા અને દિયરના માથા તેમજ શરીરના ભાગે હુમલો કર્યા બાદ કિશોરીના ગળા ઉપર કુહાડી રાખી તેનું અપહરણ કરી તેઓ ફરાર થઇ ગયા હતા. જો પોલીસમાં જાણ કરશો તો તમારૂ મર્ડર કરી નાખીશું તેવી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.

આરોપી સુનીલ સગીરાને લઇ જંગલ વિસ્તારમાં ઘૂસી જતા જિલ્લા પોલીસની સમગ્ર ટીમ તેઓને શોધવામાં લાગી ગઇ હતી. જોકે અંતે તે ઝડપાઇ ગયો હતો. આ કેસમાં વાપીના સ્પેશિયલ જજ કે.જે.મોદીએ કિશોરીનું અપહરણ કરી જંગલમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ ગુજારનારા આરોપી સુનીલે જામીન મુક્ત થવા કરેલ જામીન અરજી ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી તેની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...