હુકમ:વાપીમાં યુવકને માર મારી હત્યા કરનારની જામીન અરજી નામંજૂર

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 લોકોએ સળિયાથી હુમલો કરતા યુવકનું મોત થયું હતું

વાપીના છીરી શાંતિનગર ખાતે રહેતા દિલીપ શિવધન વનવાસી ઉ.વ.27ના ઘર પાસે માર્ચ 2020માં સાહિત તથા સાબીર બંને ઝગડો કરી રહ્યા હતા. તે સમયે બંનેએ દિલીપની બાઇકમાં તોડફોડ કરતા દિલીપ અને તેના ભાઇ વિજયે બંનેને માર માર્યો હતો. જે બાદ 1મેના રોજ દિલીપ તેના મિત્રો સાથે દમણ ફરવા માટે ગયો હતો અને પરત મિત્ર ઉમેશ અને રાહુલ સાથે વાપી આવતી વખતે ગીતાનગર રેલવે સ્ટેશન પાસે આરોપી કલીમ ઉર્ફે હકલો, બન્ટી ઉર્ફે શશીકાંત મિશ્રા, ગોલુ, કાદીર મન્સુરી અને રિતિક અમરેન્દ્ર પ્રસાદ નાઓ બાઇક ઉપર ત્યાં આવતા દિલીપ તેના મિત્રો સાથે મોપેડ ઉપર નાસી છૂટ્યો હતો.

જોકે પીછો કરીને જે-ટાઇપ રોડ ઉપર વળાંક પાસે તમામ આરોપીએ ત્રણેયને પકડી પાડી દિલીપને હાથ અને પગમાં સળિયાથી માર મારતા લોહીલુહાણ હાલતમાં તે ચલા સીએચસી બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં બીજા દિવસે તેનું મોત થયું હતું. આ કેસમાં આરોપી રિતિક પ્રસાદની ધરપકડ કરી ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ જામીન મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી વાપીના એડિશનલ સેશન્સ જજ કે.જે.મોદી સમક્ષ કરતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી અરજી નામંજૂર કરવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...