તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:વાપીની સોસાયટીમાં રસ્તા પર કાર મુકતાં બે જૂથ વચ્ચે બબાલ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારચાલકે પાછળથી યુવકો લઇ આવી હોબાળો કર્યો

વાપી જીઆઇડીસી ખાતે આવેલ એક સોસાયટીના ગેટ પાસે રોડ વચ્ચે એક ઇસમે પોતાની કાર ઉભી રાખતા તેને હટાવવા જણાવાયું હતું. જેથી ત્યારે બબાલ કર્યા બાદ ચાલક ત્યાંથી નીકળી ગયો હતો. વાપી જીઆઇડીસી અંબામાતા મંદિરની પાછળ આવેલ એક સોસાયટીના ગેટ વચ્ચે રોડ પર એક ઇસમે કાર ઉભી રાખતા સોસાયટીના યુવકે તેને ત્યાંથી ગાડી હટાવવા જણાવ્યું હતું. ત્યારે યુવક સાથે બબાલ કરી કારચાલક ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ કારચાલક અન્ય 10થી 12 ઇસમોને લઇ લાકડા, સળિયા લઇ ફરીથી સોસાયટીમાં આવ્યો હતો અને ત્યાંના રહીશો સાથે બોલાચાલી કરી હતી.

જે ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઇ હતી. કારચાલક અને તેના સાગરીતો દ્વારા અવારનવાર ત્યાં આવી લોકો સાથે બબાલ કરતા હોવાની માહિતી સ્થાનિકોએ આપી છે. જે અંગે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં તેઓ વિરૂદ્ધ લેખિતમાં ફરિયાદ કરાઇ હતી. સામાવાળાએ પણ ફરિયાદ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...