ઓટો સેકટરમાં તેજી આવી:કોરોના બાદ ઓટો સેકટરમાં તેજી, મહિને સરેરાશ 1100 કારોનું વેચાણ

વાપી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોના પહેલા જિલ્લામાં મહિને માત્ર 900 કાર વેચાતી હતી

કોરોના બાદ વલસાડ જિલ્લા ઓટો સેકટરમાં તેજી જોવા મળી રહી છે. કોરોના પહેલા જિલ્લાના 20 જેટલા શોરૂમમાં 900 જેટલી કારોનું મહિને વેચાણ થતું હતું હવે દર મહિને 1100 કારો વેચાઇ રહી છે. વાપી સહિત વલસાડ જિલ્લામાં કારોનું વેચાણ કરતા 20 જેટલા નાના મોટા શોરૂમનો સમાવેશ થાય છે. કોરોના પૂર્વે ઓટો સેકટરમાં ગ્રોથ થોડો અટકયો હતો પરંતુ હાલ કોરોના બાદ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. કારણ કે, કોરોનાના કારણે લોકો ખાનગી વાહનો તરફ વધુ ખેંચાયા છે.

જાહેર વાહનો કરતા પોતાના વાહનોમાં અવરજવર કરવાનું હિતાવહ માની રહ્યા છે. ઓટો સેકટરના નિષ્ણાંતોના મતે કોરોના બાદ ઓટો સેકટરમાં તેજી આવી છે. પહેલા કરતા હાલ વધુ કારો વેચાઇ રહી છે. જિલ્લામાં દર મહિને 1100 કારોનું વેચાણ થઇ રહ્યું છે. જયારે વાપીમાં રોજના 30 થી 35 કારો વેચાઇ રહી છે. આમ આગામી તહેવારમાં ઓટો સેકટરમાં વધુ તેજી આવશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

શેરિંગ કારનો ક્રેઝ કોરોના બાદ વધ્યો
કોરોના બાદ કંપનીના કામ કરતા લોકો જાહેર વાહનો કરતા શેરિંગ કાર તરફ વળ્યાં છે. કોરોના ડરના કારણે પોતાના વાહનોમાં મુસાફરી કરવાનું વધુ ઇચ્છતા કારોનું વેચાણ વધી રહ્યું છે. આગામી તહેવારમાં કારોનું વધુ વેચાણ થશે.ઓટોબોબાઇલ સેક્ટર હવે ગ્રોથમાં ચાલી રહ્યું છે. - પિયુષ દેસાઇ, માલિક, ઓટો શોરૂમ, વાપી