રાજકારણ ગરમાયું:દાનહ પેટા ચૂંટણી પૂર્વે કંપનીમાંથી પાર્ટી ફંટ ઉઘરાવવાનો ઓડિયો વહેતો થયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • BJP ઓફિસથી બોલું છું કહીને કંપની સંચાલકને ધમકીની વાત

દાનહ લોકસભાની ચૂ઼ંટણી પૂર્વે સોમવારે ટેલીફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. ઓડિયો ક્લિપમાં પોતે સેલવાસ બીજેપી ઓફિસથી બોલું છું એવું કહીને ચૂ઼ંટણી ફંડ માટે વાતચીત થઇ રહી હોવાનું જણાય છે.

સોશિયલ મીડિયામાં સોમવારે એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે જેમાં કંપની સંચાલક સાથે વાત કરનાર ઇસમ પોતાની ઓળખ ભાજપના કાર્યકર તરીકે આપે છે. સેલવાસ બીજેપી ઓફિસથી બોલું છું કહીને કંપની સંચાલકને હિન્દીમાં ધમકાવી રહ્યો છે. ચૂ઼ંટણી ફંડ માટે કોલ કર્યો હોવાનું ઓડિયો ક્લિપ ઉપરથી જણાય રહ્યું છે. બીજી તરફ ફોન કરનારે કંપની સંચાલકને એવું પણ કહ્યું કે, ઓફિસ આ કર મીલ જાઓ, વ્યવહાર બનેગા તો એ આપ કે લિએ ભી અચ્છા રહેગા. વાતચીતમાં ચૂંટણીના સમયે પાર્ટી ફંડ દરેક જગ્યાએ આપવું પડતુ હોય છે એવું પણ સંભળાય રહ્યું છે.

ઉપરોક્ત ઓડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. અને આ બાબતે ઓડિયો મેળવી તેની તપાસ ચાલી રહી છે. જેમાં કસૂરવાર પૂરવાર થશે તો જેતે વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે.

ઓડિયોમાં કોણ વાત કરી રહ્યું છે એ ઓળખ થઇ નથી
અત્યારે ચૂંટણીનો સમય હોવાથી અનેક લોકો કાર્યાલય ઉપર આવતા હોય છે. જોકે, આ ઓડિયોમાં કોણ વાત કરી રહ્યું છે એની અોળખ થઇ નથી. આ મુદ્દે ઉપર સુધી જાણ કરીને ત્યારબાદ કોઇ નિર્ણય લેવામાં આવશે. > મજીદ લાધાણી, પ્રદેશ ભાજપ પ્રવક્તા

અન્ય સમાચારો પણ છે...