અતુલ કંપનીના ફાર્મા પ્લાન્ટમાં 20 એપ્રિલે ભીષણ આગ લાગી હતી. 5 કિ.મી. દુર સુધી આગના ધુમાડા લોકોને જોવા મળ્યાં હતાં. આ ઘટના બાદ જીપીસીબીએ સ્થળ નિરીક્ષણ કરી ગાંધીનગર રિપોર્ટ મોકલ્યો હતો. ત્યારબાદ જીપીસીબીએ અતુલ કંપનીના ફાર્મા પ્લાન્ટનને કલોઝર નોટિસ સાથે એક કરોડનો દંડ ફટકાર્યો છે. જો કે આ આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
અતુલ કંપનીના (પીએચઆઇએન-2 ) પ્લાન્ટ ઓફ ફાર્મા ઇન્ટરમિડિએટ્સમાં 20 એપ્રિલે શટડાઉન હોવાથી વેસલ્સ રીએક્ટરને કુલિંગ પ્રોસેસ અને મેન્ટેન્સની કામગીરીમાં અચાનક આગ ફાટી નિકળી હતી. પ્લાન્ટમાં રખાયેલા રોમટિયલ્સને લઇ આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હતું. ભીષણ આગને પગલે જિલ્લાભરની ફાયર બ્રિગ્રેડની ટીમ અહી પહોંચી હતી.
આ ઘટનામાં જીપીસીબીએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.ત્યારબાદ આગની ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર સુધી મોકલ્યો હતો. હવે જીપીસીપીએ અતુલ કંપનીના પીએચઆઇએન-2ને કલોઝર નોટિશ આપી છે. આ સાથે 1 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. જો કે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતુ 5 કિ.મી. સુધી ધુમાડો લોકોને જોવા મળ્યો હતો.
થોડા દિવસો પહેલા પેપરમિલને 10 લાખનો દંડ થયો હતો
થોડા દિવસો પહેલા વાપીની સુપર ડિલક્સ પેપર મિલ અને અભય ગારમેન્ટને જીપીસીબીએ ક્લોઝર નોટિસ ફટકારી હતી. સુપર ડિલક્સ પેપર મિલમાં અગાઉ લાગેલી આગની ઘટના દરમિયાન કંપનીમાં રહેલા સીઓડી ધરાવતા એફલુઅન્ટનો વરસાદી પાણીની ડ્રેનેજમાં બારોબાર નિકાલ થતાં જીપીસીબીએ ક્લોઝર અને 10 લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અભય ગારમેન્ટ દ્વારા પણ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન નીકળતાં એફ્લુઅન્ટનો રાતના સમયે વરસાદી પાણીની ડ્રેનેજમાં બારોબાર નિકાલ કરવાની પ્રવૃત્તિને જીપીસીબીના અધિકારીઓએ પકડી પાડી ક્લોઝર નોટિસ ફટકારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.